ત
- ત્રાગું કરવું
- ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
- તારા જેવા તાંબિયાના તેર મળે છે
- તારા બાપનું કપાળ
- તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
- તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
- તાલમેલ ને તાશેરો
- તાંબિયાની તોલડી તેર વાના માંગે
- તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
- તીસમારખાં
- તુંબડીમાં કાંકરા
- તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
- તેલ જુઓ તેલની ધાર જુઓ
- તેલ પાઈને એરંડિયું કાઢવું
- તોબા પોકારવી
- તોળી તોળીને બોલવું
થ
- થાક્યાના ગાઉ છેટા હોય
- થાબડભાણા કરવા
- થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
- થૂંકના સાંધા કેટલા દી ટકે?
- થૂંકેલું પાછું ગળવું
દ
- દયા ડાકણને ખાય
- દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
- દળી, દળીને ઢાંકણીમાં
- દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
- દાઝ્યા પર ડામ
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
- દાણો દબાવી/ચાંપી જોવો
- દાધારિંગો
- દાનત ખોરા ટોપરા જેવી
- દામ કરે કામ અને બીબી કરે સલામ
- દાળમાં કાળું.....................................(આગળ ના પાન પર ચાલુ)