ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
દ
- દાંત કાઢવા
- દાંત ખાટા કરી નાખવા
- દાંતે તરણું પકડવું
- દી ભરાઈ ગયા છે
- દીકરી એટલે સાપનો ભારો
- દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
- દીવા તળે અંધારું
- દીવાલને પણ કાન હોય
- દુકાળમાં અધિક માસ
- દુ:ખતી રગ દબાવવી
- દુ:ખનું ઓસડ દહાડા
- દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
- દૂઝણી ગાયની લાત ભલી
- દૂધ પાઈને સાપ ઉછેરવો
- દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
- જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
- દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
- દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
- દે દામોદર દાળમાં પાણી
- દેખવું નહિ અને દાઝવું નહિ
- દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
- દોડવું હતું ને ઢાળ મળ્યો
- દોરડી બળે પણ વળ ન છૂટે
- દ્રાક્ષ ખાટી છે
ધ
- ધકેલ પંચા દોઢસો
- ધણીની નજર એક, ચોરની નજર ચાર
- ધનોત-પનોત કાઢી નાખવું
- ધરતીનો છેડો ઘર
- ધરમ કરતાં ધાડ પડી
- ધરમ ધક્કો
- ધરમના કામમાં ઢીલ ન હોય
- ધરમની ગાયના દાંત ન જોવાય
- ધાર્યું ધણીનું થાય...................................(આગળ ના પાન પર ચાલુ)