ધ
- ધીરજના ફળ મીઠા હોય
- ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
- ધૂળ ઉપર લીંપણ ન કરાય
- ધોકે નાર પાંસરી
- ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
- ધોયેલ મૂળા જેવો
- ધોળા દિવસે તારા દેખાવા
- ધોળામાં ધૂળ પડી
- ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
ન
- ન આવડે ભીખ તો વૈદું શીખ
- ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
- ન બોલ્યામાં નવ ગુણ
- ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
- ન મામા કરતા કહેણો મામો સારો
- નકલમાં અક્કલ ન હોય
- નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
- નજર ઉતારવી
- નજર બગાડવી
- નજર લાગવી
- નજરે ચડી જવું
- નજરે જોયાનું ઝેર છે
- નથ ઘાલવી
- નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
- નબળો ધણી બૈરી પર શૂરો
- નમાજ પડતા મસીદ કોટે વળગી
- નરમ ઘેંશ જેવો
- નવ ગજના નમસ્કાર
- નવરો ધૂપ
- નવરો બેઠો નખ્ખોદ કાઢે
- નવાણિયો કૂટાઈ ગયો
- નવાણુંનો ધક્કો લાગવો
- નવી ગિલ્લી નવો દાવ
- નવી વહુ નવ દહાડા.......................(આગળ ના પાન પર ચાલુ).
..