ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
પ
- પોથી માંહેના રીંગણા
- પોદળામાં સાંઠો
- પોપટીયું જ્ઞાન
- પોપાબાઈનું રાજ
- પોબારા ગણી જવા
- પોલ ખૂલી ગઈ
ફ
- ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
- ફના- ફાતિયા થઈ જવા
- ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
- ફાચર મારવી
- ફાટીને ધુમાડે જવું
- ફાવ્યો વખણાય
- ફાળિયું ખંખેરી નાખવું
- ફાંકો રાખવો
- ફુલ નહિ તો ફુલની પાંખડી
- ફૂલાઈને ફાળકો થઈ જવું
- ફૂંકી ફૂંકીને પગ મૂકવો
બ
- બકરું કાઢતા ઊંટ પેઠું
- બગભગત-ઠગભગત
- બગાસું ખાતા પતાસું મળ્યું
- બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
- બધો ભાર કન્યાની કેડ પર
- બલિદાનનો બકરો
- બળતાંમાં ઘી હોમવું
- બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
- બળિયાના બે ભાગ
- બાઈ બાઈ ચારણી
- બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
- બાડા ગામમાં બે બારશ
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
- બાપ શેર તો દીકરો સવા શેર
- બાપના કૂવામાં ડુબી ન મરાય..................(આગળ ના પાન પર ચાલુ)