બ
- બાપના પૈસે તાગડધીન્ના
- બાપનું વહાણ ને બેસવાની તાણ
- બાપે માર્યા વેર
- બાફી મારવું
- બાર ગાઉએ બોલી બદલાય
- બાર બાવા ને તેર ચોકા
- બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
- બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
- બારે મેઘ ખાંગા થવા
- બારે વહાણ ડૂબી જવા
- બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
- બાવા બાર ને લાડવા ચાર
- બાવાના બેઉ બગડ્યા
- બાવો ઉઠ્યો બગલમાં હાથ
- બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
- બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
- બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
- બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
- બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
- બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
- બીડું ઝડપવું
- બે ઘરનો પરોણો ભૂખે મરે
- બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
- બે પાંદડે થવું
- બે બદામનો માણસ
- બે બાજુની ઢોલકી વગાડવી
- બેઉ હાથમાં લાડવા
- બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
- બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
- બોડી-બામણીનું ખેતર
- બોલે તેના બોર વેંચાય
- બંધ બેસતી પાઘડી પહેરી લેવી
- બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય