ખ
- ખણખોદ કરવી
- ખરા બપોરે તારા દેખાડવા
- ખંગ વાળી દેવો
- ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
- ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
- ખાડો ખોદે તે પડે
- ખાતર ઉપર દીવો
- ખાલી ચણો વાગે ઘણો
- ખાળે ડૂચા અને દરવાજા મોકળા
- ખિસ્સા ખાલી ને ભભકો ભારી
- ખીલાના જોરે વાછરડું કૂદે
- ખેલ ખતમ, પૈસા હજમ
- ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
- ખોટો રૂપિયો કદી ન ખોવાય
- ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
- ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
ગ
- ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
- ગઈ તિથિ જોશી પણ ન વાંચે
- ગગા મોટો થા પછી પરણાવશું
- ગજ વાગતો નથી
- ગજવેલના પારખાં ન હોય
- ગતકડાં કાઢવા
- ગધેડા ઉપર અંબાડી ન શોભે
- ગધેડાને તાવ આવે તેવી વાત
- ગરજ સરી એટલે વૈદ વેરી
- ગરજવાનને અક્કલ ન હોય
- ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
- ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
- ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
- ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
- ગાડા નીચે કૂતરું...............................................(આગળ ના પાન પર ચાલુ)