ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
ગ- ગાડી પાટે ચડાવી દેવી
- ગાડું ગબડાવવું
- ગાડું જોઈને ગુડા ભાંગે
- ગાભા કાઢી નાખવા
- ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
- ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
- ગામના મોંએ ગરણું ન બંધાય
- ગામનો ઉતાર
- ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
- ગાય દોહી કૂતરાને પાવું
- ગાંજ્યો જાય તેવો નથી
- ગાંઠના ગોપીચંદન
- ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
- ગાંડાના ગામ ન વસે
- ગાંડી માથે બેડું
- ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
- ગાંધી-વૈદનું સહીયારું
- ગેંગે-ફેંફે થઈ જવું
- ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
- ગોળ નાખો એટલું ગળ્યું લાગે
- ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
- ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
- ગ્રહણ ટાણે સાપ નીકળવો
ઘ
- ઘડો-લાડવો કરી નાખવો
- ઘર ફૂટે ઘર જાય
- ઘર બાળીને તીરથ ન કરાય
- ઘરડા ગાડા વાળે
- ઘરડી ઘોડી લાલ લગામ
- ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
- ઘરના ભુવા ને ઘરના ડાકલાં...........(આગળ ના પાન પર ચાલુ)