=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant-Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૬

Kabir-Sant-Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૬



ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.


બહાર ભટકતો એવો હું -જયારે -
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો
એટલે અનંત-ચૈતન્ય ની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ.
પછી પરમાત્મા (સાહબ) અને   આત્મા (સેવક)  એકબીજામાં સમાઈ ગયા.  
અને સદાયે સાથે જ રમણ કરતા થઇ ગયા. (વસંત ખેલતા થઈ ગયા).


જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.


પરમાત્મા  (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને
બહાર ભટકતો એવો હું -જયારે
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો
અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે
પરમ તત્વની ઝાંખી  થઇ  હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.
સઘળી  ખેંચતાણ ટળી ગઈ. (બધા જ સંશયો ટળી ગયા- અને હવે પરમાત્મા ની ખોજ નો અંત થયો)  


સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.


સાંસારિક પ્રવૃત્તિઓ   (સુરતિ)
પરમાત્મા ને પામવાને લીધેલી નિવૃત્તિ માં (નિરતી) સમાઈ ગઈ,
અને આ નિવૃત્તિમાં કરાતા-  માળા ના  સ્થૂળ જાપ
અંતરમાં  શ્વાસે -શ્વાસે ચાલ્યા કરતા (અજપા-જાપ) અખંડ જપમાં વિલીન થઈ ગયા.


અને હવે તો જીવનમાં જેટલા  શ્વાસોશ્વાસ લેવાના વિધાતાએ લેખ લખ્યા છે-
તે શ્વાસોશ્વાસ પણ પરમાત્મામાં (અલખમાં) વિલીન થઇ ગયા છે.


અને હવે તો હું પોતે (આપ)- હે પરમાત્મા - આપમાં જ સમાઈ ગયો છું.


(લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.)


લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.


મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ- તેની લીલા જ  દેખાય છે.
આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……(હું પોતે જ બ્રહ્મ થઇ ગયો -અહંબ્રહ્માસ્મિ)