=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir-Gujrati_કબીર -સંત કબીર-૧૫

Kabir-Sant Kabir-Gujrati_કબીર -સંત કબીર-૧૫

સંત કબીર ના દોહા 

સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય.
જ્યો મેંદી કે પાન મેં, લાલી રહી છીપાય.


પરમાત્મા (સાહેબ) એ ચૈતન્ય રૂપે (સાહેબી) દુનિયાના દરેક તત્વ માં (ઘટ માં)
દેખી ના શકાય તે રીતે રહેલો છે.
જેવી રીતે મેંદી  પાન બહારથી લીલું દેખાય છે, પણ તેનો લાલ રંગ દેખાતો નથી.
(લાલ રંગ-- મેંદી માં પ્રગટ રૂપે નથી,છુપાયેલો છે.)


સબ ઘટ મેરા સાંઈ હૈ,ખાલી ઘટ ના કોઈ.
બલિહારી વા ઘટ કી,જા ઘટ પરગટ હોય.


દુનિયાના દરેક તત્વ માં (ઘટમાં) પરમાત્મા નું ચૈતન્ય (સાઈ) વિલસી રહ્યું છે.
એવી કોઈ જગ્યા -ભલે તે જડ હોય કે ચેતન હોય -બાકી નથી કે -
જ્યાં પરમાત્માનું ચૈતન્ય નથી.
જેમ મેંદી ના પાન ને પીસીએ ત્યારે તેનો લાલ રંગ પ્રગટ થાય છે-
તેજ રીતે આ ચૈતન્ય ને -કે જે શરીર માં આત્મા રૂપે સંતાઈ રહેલું છે- તેને-
અથાગ મહેનત કરી ને -કોઈ પણ  સાધન કરી ને પ્રગટ કરવાનું છે.
અને જો એ આત્મ તત્વ ને જાણી જવાય (કે પ્રગટ કરી શકાય)
તો તેના જેવું જગતમાં પામવા જેવું બીજું કશું નથી.
પરમાત્માની કૃપા (બલિહારી) સિવાય -આ અપ્રગટ આત્માને પ્રગટ કરવો શક્ય નથી.
અને પરમાત્મા ની કૃપા (બલિહારી) કોઈ પણ સાધન (ભક્તિ-જ્ઞાન-કર્મ-વગેરે) વગર શક્ય નથી.


જ્યોં તલ મેં હી તેલ  હૈ,જ્યોં ચકમક મેં આગી.
તેરા સાઈ  તુજ મેં હૈ,જાગી શકે તો જાગી.


જેવી રીતે તલ ની અંદર તેલ છુપાયેલું છે -(જ્યાં સુધી તલ પિસાય  નહિ ત્યાં સુધી તેલ નીકળતું નથી )     


જેવી રીતે ચકમક ના બે પથ્થરો મા અગ્નિ છુપાયેલો છે
(જ્યાં સુધી સામસામા ના ઘસાય ત્યાંસુધી અગ્નિ દેખી શકતો નથી),


તેવી જ રીતે-
પ્રભુ તારી અંદર(શરીરમાં) છુપાયેલો છે. જો તેને  તારાથી  જગાડી શકાય તો-જગાડ.(ખોળી કાઢ)


(શરીર મા રહેલા -પ્રભુ ને ખોળવાનો છે)
-જેમ તલને પીસવા પડે તો જ તેલ દેખાય-અને જેમ પથ્થર ને સામસામા ઘસવા પડે તોજ અગ્નિ દેખાય-
-જેમ છુપાયેલી વસ્તુ ને ખોળવા -મહેનત કરવી પડે છે.તેમ --
પ્રભુ ને ખોળવા -કોઈ સાધન કરવાનું છે.
પ્રભુ તો છે જ-પણ અજ્ઞાન ના અંધારા તળે -છુપાયેલો છે. માત્ર જ્ઞાન નું અજવાળું થાય તો પ્રભુ દેખાઈ જાય