=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir-Gujrati-કબીર-સંત કબીર -૧૭

Kabir-Sant Kabir-Gujrati-કબીર-સંત કબીર -૧૭


જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.


પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે.
દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું
તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.



ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.


કીડી (જીવ) ચોખાનો દાણો (આત્મતત્ત્વ) લઈને ચાલી નીકળી.
રસ્તામાં એને દાળનો દાણો (રંગીન સંસાર) મળી ગયો.
કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.


મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત


માણસનું મન જયારે તેના ઉપર સવાર  થઇ જાય છે..
ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું નથી.


પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે,
(મનનો ગુલામ નહીં.મનનો માલિક બની શકે)


એવા- વીર-કે-સંત તો કોઇ વિરલ જ હોય છે.


દિલ મેં હી દીદાર હૈ,બાદ બકે સંસાર.
સતગુરુ દર્પણ શબ્દ કા,રૂપ દીખાવન હાર.


જયારે સદગુરુ માં પરમાત્મા ના દર્શન થયાં ત્યારે દુનિયા જીતી લીધી હોય તેવો આનંદ થયો.
અને આ અનુભવ તો આંખોથી જોઈ સહાય તેવો હતો, એટલે તેવું શબ્દ થી વર્ણન પણ કર્યું,


પણ આજે જયારે મારામાં ,મારા અંતરમાં (દિલમાં) જયારે પરમાત્મા ના દર્શન (દિદાર) થયાં છે,
ત્યારે “મને ગુરુમાં પરમાત્માનાં દર્શન થઇ ગયા છે “ એવી જે જીત હું માનતો હતો તે ,
તે હાર માં બદલાઈ ગઈ છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.


બીજી રીતે કહીએ તો-ગુરુ એ શબ્દ થી જે પરમાત્માનું વર્ણન કર્યું હતું-તે
પરમાત્મા ના આજે મારામાં-મારા અંતરમાં દર્શન થયા છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.
અને જ્યારે પરમાત્માના દર્શન થાય છે-ત્યારે -અહમ ની મોટી હાર છે.