=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૮

Kabir-Sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૮



મન મથુરા દિલ દ્વારકા,કાયા કાશી જાન.
દસો દ્વાર કા દેહરા,તામે જ્યોતિ પહેચાન.


કાશી ના મદિર રૂપી શરીર માં મન એ મથુરા નું મંદિર છે,દિલ એ દ્વારકાનું મંદિર છે,
આવીજ રીતે શરીર ના દસ દ્વારો ઉપર એક એક મંદિર આવેલું છે.
અને આ બધા જ મંદિરો માં રહેલ દીવાની એક જ્યોતિ સ્વરૂપ પરમાત્મા રહેલા છે.
અને એ પરમાત્માને ઓળખવાના છે.


બીજી રીતે કહીએ તો- શરીર માં રહેલ એક પ્રકાશમય-જ્યોતિ સ્વરૂપ -આત્મસ્વરૂપ
પરમાત્મા ને ઓળખવાનાં છે.



જેવા ઘટ તેવી મતી,ઘટ ઘટ ઓર સ્વભાવ.
જા ઘટ હાર ન જીત હૈ,તે ઘટ પીર સમાન.


મનુષ્ય ની ઓળખાણ તેની બુદ્ધિ થી થાય છે. દુનિયા માં ભાત ભાતની બુદ્ધિ વાળા મનુષ્યો જોવા મળે છે.
દરેકે દરેક ની બુદ્ધિ  જુદી જુદી ચાલે છે.
આ બુદ્ધિ થી દ્વંદ (સુખ-દુઃખ,હર્ષ-શોક) ઉભા થાય છે અને મનુષ્ય સુખી કે દુખી બને છે.
પણ જે મનુષ્ય આવા દ્વંદોથી પર થાય છે.
એટલે કે હાર  અને જીત બંને ને સરખા માને છે-તે મનુષ્ય મહાત્મા છે.


આજ કહું સો માનીએ, લખો વચન હમાર.
દુબધા દુરમતી છોડ કે,ચિન્હો બસ્તું હમાર.


આજે હું જે કહું છું-તે તમે માનો, અને મારું વચન  તમે લખી  લો, કે.-
જિંદગીમાં થી દ્વિધા (દ્વંદ) ને છોડી દો, અને સમતા થી જિંદગી જીવો.
આ દ્વંદ બુદ્ધિ -(બે તરફ ચાલતી બુદ્ધિ) એ સદબુદ્ધિ નથી પણ દુર્બુદ્ધિ છે.
અને આ દુર્બુદ્ધિ જિંદગીમાં પતન લાવે છે.


આદિ મુલ સબ આપ મેં,આપહી મેં સબ હોય.
જ્યો તરુવર કે બીજ મેં,  ડાલ પાન, ફૂલ હોય.


હે પ્રભુ, આ સંસારનું આદિ મૂળ આપ જ છો,
આપના માં જ આ સંસાર ની હરેક વસ્તુ સમાયેલી છે,


જેમ મોટા ઝાડનું બીજ હોય ,તેમાં તેની ડાળ ,પાન, ફૂલ -વગેરે સમાયેલાં હોય છે.
તે ભલે બીજ માં ન દેખાય,પણ પોષણ મળતા તે જ બીજ મહાન વૃક્ષ બને છે.



આપ  ભુલાવે આપ મેં, આપુ ન ચિહ્નનૈ આપ.
ઓર હૈ તો પાઈએ, યહ તો આપ હી આપ.


હે,પ્રભુ, જયારે હું મારી જાતને (આપ ને)  તમારામાં (આપ--નામાં) ઓગાળી દઉં છું,
ત્યારે મારી જાત (આપ) ભૂલાઈ જાય છે, મારી જાત (આપ) નું નામોનિશાન બાકી રહેતું  નથી,
અને જયારે આમ થાય છે ત્યારે -બીજું શું પામવાનું બાકી રહે ?
હું-તમે થઇ ગયો અને તમે હું થઇ ગયા. બંને જયારે એકાકાર થયા છે.
તો ચારે બાજુ જ્યાં દ્રષ્ટિ જય ત્યાં તમે (આપ ) જ છો.