દુલ્હા દુલ્હન મિલ ગયે,ફીકી પડી બારાત.
પ્રભુ આપના દર્શન થયા, આપ દેખાયા, -તે દેખા-દેખીની વાત -કઈ લખવાની -લિખા-લિખીની વાત નથી.કે જે લખી ને સમજાવી શકાય
પરમાત્મા રૂપી -દુલ્હા- જોડે -મારું -(દુલ્હન) -મિલન થઇ ગયું છે.(લગ્ન થઇ ગયું છે)
અને આ મિલન ના પ્રકાશ આગળ-આ મિલન ના ઉત્કૃષ્ટ સ્વાદ આગળ
દુનિયા -પ્રભુ જોડે આવેલી -પ્રભુ ની બારાત-ફીકી છે.સંસાર ફીકો છે.
સાંઈ ઇતના દીજિયે,જામે કુટુમ્બ સમાય.
મેં ભી ભૂખા નાં રહું,સાધુ ન ભૂખા જાય.
હે,પ્રભુ,મહેરબાની કરીને મને વધુ પડતું ન આપતા,
મને માત્ર એટલું જ આપજો,કે જેનાથી કુટુંબ નું ,મારું અને
આંગણે આવેલા સાધુ નું ભરણપોષણ થાય.
એસી વાણી બોલીએ,મન કા આપાખોય.
ઓરન કો શીતલકરે,આપ હું શીતલ હોય.
એવી વાણી બોલો કે જેનાથી પોતાનું મન ઉદ્વિગ્ન ન થાય,
અને જે વાણી થી બીજાને પણ અનાદ મળે અને પોતાને પણ આનંદ (શીતળતા) મળે.
દુખ મેં સુમિરન સબ કરે,સુખ મેં કરે ન કોય.
જો સુખ મેં સુમિરન કરે,દુખ કાહે કો હોય.
જીવન માં દુઃખ આવે ત્યારે બધા ભગવાન ને યાદ કરવા માંડે છે,
પણ જીવન માં સુખ હોય ત્યારે કોઈ જ ભગવાન ને યાદ કરતુ નથી.
પણ જો સુખ માં ભગવાન ને ભજવામાં આવે -યાદ રાખવામાં આવે તો
દુઃખ આવે જ ક્યાંથી ?
પ્રભુજી ,મૈ તો આપ હી આપ ભુલાયા,
દેશ બિદેશ બહુત દિન ભટકયા, અપને ઘર નહિ આયા.
હે પ્રભુ, મેં મારી જાત થી જ (આપ થી જ) તમને (આપને ) ભુલાવી દીધા છે,
અને તમને ખોળવા માટે બહાર હું બહુ ભટક્યો.
પણ આપ જે મારી અંદર -આત્મા રૂપે વિરાજેલા છો, ત્યાજ મેં તમને ખોળ્યા નહિ.
કહેવાનો મતલબ એવો છે-કે- મનુષ્ય પ્રભુ ની ખોજ બહાર કરે છે,