=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૮

Kabir-sant Kabir-Gujrati-કબીર-સંત કબીર-૮



કેટલાક વિદ્વાનોના મતે કબીર સાહેબે પાંત્રીસ વર્ષની ઉંમરથી લાંબી યાત્રાઓ શરૂ કરી હતી.
તેઓ કેટલીયે વખત ગુજરાત આવેલા.
દ્વારકામાં કબીરે જેસલમેરના રાજકુમાર ચતુરસિંહને નામદાન(દીક્ષા) આપ્યું જે આગળ જતાં
જ્ઞાનીદાસ ના નામથી પ્રસિદ્ધ થયા.જે કબીરજી ના મુખ્ય શિષ્યો માં સ્થાન ધરાવતા હતા.


હિંદી સાહિત્યમાં કબીરનું વ્યક્તિત્વ અનુપમ છે.
ગોસ્વામી તુલસીદાસ પછી આટલું મહિમાવાન વ્યક્તિત્વ કબીર સિવાય અન્ય કોઇનું નથી.
પાછલી અવસ્થામાં યશ અને કીર્ત્તિ-ના  મારે તેમને ખૂબ કષ્ટ આપ્યું.
તેજ હાલતમાં તેમણે બનારસ છોડ્યું અને
આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ કરવા માટે દેશના વિભિન્ન ભાગો ની યાત્રાઓ કરી,


આ ક્રમમાં તેઓ કાલિંજર જિલ્લાના પિથૌરાબાદ શહેરમાં પહોંચ્યા.
ત્યાં રામકૃષ્ણનું નાનકડું મન્દિર હતું.
ત્યાંના સંત એ  “ભગવાન ગોસ્વામી” ના જિજ્ઞાસુ સાધક હતાં
પરંતુ તેમના તર્કોંનું હજી સુધી પૂરી રીતે સમાધાન થયું ન હતું.
સંત કબીર સાથે તેમનો વિચાર-વિનિમય થયો. કબીરની એક સાખીએ તેમના મન પર ઊંડી અસર કરી


બન તે ભાગા બિહરે પડ઼ા, કરહા અપની બાન | કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ||
(વનથી ભાગેલો હાથી શિકારી દ્વારા ખોદેલા ખાડામાં પડે,તો તે પોતાની વ્યથા કોને કહે?)


અહીં વિવિધ  સંપ્રદાયો એ બનાવેલા નિયમો ના ખાડાઓ માં પડી ને મનુષ્ય પોતાની મુક્તતા
ગુમાવે છે,અને તે ખાડામાં પડેલ મનુષ્યના પરમાત્મા વિષે ના તર્કો ની સમાપ્તિ ક્યાંથી થાય ?
અને પોતાને પરમાત્મા મળતા નથી તેનું જે દુઃખ છે તે કોને જઈ ને કહે.
કહેવાનો મતલબ છે કે-પરમાત્મા (બ્રહ્મ) ને પામવા સંપ્રદાય ના વાડામાં થી નીકળવું જરૂરી છે.
જીવ માત્ર ને પ્રેમ કરો આના માટે કબીરજી કહેછે.
પોથી પઢી પઢી જગ મુવા,પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.
જા ઘટ પ્રેમ ન સંચરે,સો ઘટ જાનો મસાન;
જૈસી ખાલ લુહાર કી,શ્વાસ લેત બિન પ્રાણ.
પ્રેમ ન વાડી ઉપજે,પ્રેમ ન હાટ બિકાય;
બીના પ્રેમ કા મનવા,બાંધે જમપુર જાય.
(શાસ્ત્રો નાં પુસ્તકો ભણી-ભણી લોકો મરી ગયા પણ કોઈ પંડિત ના થયા,
પંડિત તો તે છે કે જેણે માત્ર અઢી અક્ષરનો “પ્રેમ" નો મંત્ર ભણ્યો છે.
જે (મનુષ્ય ના) શરીર માં પ્રેમ નો નિવાસ નથી તે શરીર સ્મશાન જેવું છે,
જેમ લુહાર ની ચામડી ની બનાવેલ ધમણ માં પ્રાણ ના હોવાં છતાં તે શ્વાસ લે છે,
તેવી રીતે પ્રેમ સિવાય ની તે મનુષ્ય ની ચામડી જીવતી હોવા છતાં  નિર્જીવ જ છે,
એટલે કે તે મનુષ્ય જીવતે મરેલા જેવો જ છે.
અને આવો પ્રેમ કોઈ ખેતર માં પેદા થતો નથી,કે કોઈ  બજારમાંની  દુકાને વેચાતો મળતો નથી.
પ્રેમ વગરનો મનુષ્યને છેવટે ઠાઠડી એ બાંધી ને યમ લઇ જાય છે)