=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-sant Kabir-Gurati-કબીર-સંત કબીર-૯

Kabir-sant Kabir-Gurati-કબીર-સંત કબીર-૯



કબીરના રામ- તો અગમ (નિરાકાર-વ્યાપક બ્રહ્મ) છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે.
કબીરના રામ એ તો -નથી હિન્દુઓના અસંખ્ય દેવો કે જીવો થી જુદા કે  ઇસ્લામના એકસત્તાવાદી ખુદા.


ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી.  
આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે.


તેઓ કહે છે:
વ્યાપક બ્રહ્મ સબ મૈં એકૈ, ને પંડિત ને જોગી, રાવણ-રામ કવનસૂં કવન તેઓદ ને રોગી,
સંતૌ, ધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન, નિરગુનમૈં ગુન, બાટ છાંડ઼િ ક્યૂં બહિસે!
(સર્વ જગ્યાએ વ્યાપક નિર્ગુણ (સાત્વિક-રાજસિક-તામસિક ગુણો વગરનું) બ્રહ્મ (પરમાત્મા)
એ સર્વ માં એક સમાન સમાયેલું છે.ભલે ને પછી તે પંડિત હોય,યોગી હોય,રોગી હોય,કે
ભલે રાવણ કે રામનું શરીર હોય.
હે સંતો, નિર્ગુણ માં ગુણ અને ગુણમાં નિર્ગુણ સમાયેલું છે,એવી ખોટી ખોટી વાતો લોકો ને ના કહો,
અને ખોટી ખોટી ચર્ચાઓ કરી ને લોકો ને ઉંધા રસ્તે ના ચડાવો)



ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક
તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ  મુકામે થયેલો


કબીરવડ માં કબીરજીએ દાતણ કરી નર્મદાજી ના પટ માં આ દાતણ ની ચીરી વાવેલી
તેમાંથી કબીર વડ ઊગેલો.આજે પણ કારતક સુદ પૂનમે કબીરવડ માં કબીર પંથીઓ નો મેળો ભરાય છે.


આ મેળા માં હજારોની મેદની ને કાલીરોટી (માલપુડા) નો પ્રસાદ અપાય છે.
કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર સંપ્રદાય (પંથ) ચાલ્યો આવે છે.


આજે પણ કાયાવરોહણ પાસે ના પુનિયાદ ધામ માં રામકબીર સંપ્રદાય ની ગુરુ ગાદી છે.
રામ કબીરપંથ ના સ્થાપક જીવણજી મહારાજ થી પ્રખ્યાત છે.


મહેસાણા જીલ્લા ના વિજાપુર તાલુકા ના ઘણા ગામો રામ કબીર સંપ્રદાય પાળે છે.
અને તેઓ કર્મકાંડ માં માનતા નથી.!!!!



આમ ભારત ની યાત્રા કરી વાનપ્રસ્થાશ્રમ અવસ્થામાં  

કબીરજી પાછા કાશી(બનારસ) ગયા