કહેવાય છે કે આ મુસ્લિમ બાદશાહે કબીરજી ને તડીપાર કરેલા.
આમ કબીર બનારસ છોડી ગોરખપુર નજીક મગહર
શહેર માં પોતાના અંતિમ દિવસો પસાર કર્યા.
તે વખતે એવી માન્યતા હતી કે કાશીમાં દેહ પડે તો વૈકુંઠ મળે અને મગહરમાં મૃત્યુ થાય
તો જીવની અધોગતિ થાય,
પણ કબીરજી એ તો નરક અને સ્વર્ગ બંનેને ઠોકર મારી છે.
કબીરે મગહરમાં દેહ છોડી પુરવાર કર્યું કે, સંસારમાં બધાં સ્થાન સમાન છે,
ન બનારસ સ્વર્ગનું દાતા છે કે ન તો મગહર નરકનું કારણ.
ઈ.સ. ૧૫૧૮માં કબીર નાશવંત જગત છોડી પરમાત્મામાં લીન થઈ ગયા.
હિંદુઓ કબીરના શરીરને અગ્નિસંસ્કાર આપી અંતિમ સંસ્કાર કરવા માગતા હતા.
જ્યારે નવાબ બિજલીખાન અને બીજા શિષ્યો મૃતદેહને દફનાવવા માંગતા હતા.
તે સમયે કેટલાક શિષ્યોનું ધ્યાન કબીરના મૃત શરીર તરફ ખેંચાયું.
કપડું હટાવતાં મૃતદેહની જગ્યાએ ફૂલોનો ઢગલો હતો.
આમ કબીર સાહેબ નો જન્મ અને મૃત્યુ બંને અજીબો અજીબ છે.