=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant-Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૧

Kabir-Sant-Kabir-Gujrati-કબીર-સંત કબીર-૧૧



કબીરનાં સ્મારકો ની જુદી જુદી જગ્યાઓ


કબીર વડ.(ભરૂચ ગુજરાત)


ગુજરાત રાજ્યમાં સુરતથી વડોદરા જતાં ભરૂચ જિલ્લામાં નર્મદા કિનારે શુકલતીર્થ પાસે
એક કિ.મી. દૂર કબીરવડ આવેલ છે.


કહેવાય છે કે કબીરસાહેબના ચરણસ્પર્શથી વડની એક સુકી ડાળ લીલી થઈ આ વડવૃક્ષ નિર્માણ થયું.
(કોઈ કહે છે કે-કબીરવડ માં કબીરજીએ દાતણ કરી નર્મદાજી ના પટ માં આ દાતણ ની ચીરી વાવેલી
તેમાંથી કબીર વડ ઊગેલો)  જે બે એકરના વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલું છે.


અહીં જ રામકબીર સંપ્રદાયના તથા ઉદાધર્મની ગાદી અને મૂલકેન્દ્ર છે. અહીં કબીરસાહેબનું વિશાળ મંદિર બન્યું છે. દર વર્ષ કાર્તિક મહિનામાં એક વિશાળ મેળો મહોત્સવ થાય છે.


કબીર ચબુતરા (અમરકંટક  મ.પ્ર.)


સહડોલ જિલ્લામાં બિહડ પહાડીઓનાં ક્ષેત્રના સુરમ્ય એવા જંગલમાં
અમરકંટક શહેરથી ૫ કિ.મી. પર કબીર ચબુતરા નામથી પ્રસિદ્ધ કબીર સ્થળ છે.


જબલપુર, વિલાસપુર આદિ સ્થાનો કબીર ચૌરા જવા માટે બસની સગવડ છે.
અહીં કબીરસાહેબની ચરણપાદુકા બનેલ છે.
અહીં ગુરુનાનક અને કબીરસાહેબની ભેટનો ઉલ્લેખ ઈ.સ. ૧૪૯૮માં મળી રહે છે.


આજે ત્યાં શીખ લોકો દ્વારા ગુરુદ્વારા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
અહીં જ નર્મદાનું ઉગમ સ્થાન પણ છે.


કહેવાય છે કે અહીં જ નર્મદા સુંદર સ્ત્રીનાં રૂપમાં કબીરસાહેબની સાધનાભંગ કરવા માટે આવી હતી. પરંતુ કબીરસાહેબ દ્વારા ‘આવો માં’ કહીને ઓળખી લેવાથી,
લજ્જીત થયેલી નર્મદા એ  ક્ષમાયાચના કરી,
અને વરદાન રૂપે દરરોજ અહીં એ જ સમયે દર્શન દેવાનું વચન દીધું.


આજે પણ દરરોજ નર્મદા નદી ધારા પ્રાત: ૮ વાગે સફેદ રંગમાં પરિવર્તીત થઈ રહે છે, જે સતત ૧૫ મિનિટ સુધી વહ્યા કરે છે.


નર્મદાને દર્શન દેવા હેતુ આવ્યા નું માની આજે શ્રદ્ધાળુ સેકંડો લોકો દર્શનાર્થી અહીં આવે છે.
અહીં મેળો ભરાય છે. તેમાં દર્શનાર્થી પર્યટકો અને કબીરપ્રેમીઓ આવે છે.