=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Kabir-Sant Kabir- Gujrati- કબીર-સંત કબીર-૧૨

Kabir-Sant Kabir- Gujrati- કબીર-સંત કબીર-૧૨



બાંધવગઢ (મ.પ્ર.)


મ.પ્ર.ના રીવા જિલ્લામાં બાંધવગઢ એ કબીરપંથનું પ્રસિદ્ધ સ્થળ છે.
અહીં પહાડ ઉપર કબીર સરોવર તથા પ્રાચીન ચબૂતરા અને ખંડહર છે.


બાંધવગઢ કબીરસાહેબના પ્રમુખ શિષ્ય રાજા વીરસિંહ દેવરાજ વાઘેલાની રાજધાની હતી.
પછી રાજધાની અહીંથી ૩૦ કિ.મી. દૂર રીવા શહેરમાં સ્થાનાન્તરિત થઈ.


આજ રાજ્યના ૩૬મી પેઢીના રાજા મર્તન્ડસિંહજી વર્તમાન સાંસદ છે.
આ સ્થળ તેમની જ દેખરેખ હેઠળ છે.


૧૫મા રાજા રામસિંહજી  ધર્મદાસના શિષ્ય અને કબીરપંથના મહાન સમર્થક હતા.
આજ પરંપરાના રાજા વિશ્વનાથજી કબીર બીજકના પ્રથમ પ્રકાશક હતા.
જે પુસ્તક ૧૮૮૩માં નવલ કિશોર પ્રેમમાંથી પ્રકાશિત કરેલું હતું.


કબીરસાહેબના શિષ્ય  ધર્મદાસ સાહેબ કબીરપંથીની છતીગઢની શાળાના પ્રવર્તક તથા
મ.પ્ર.માં કબીર શિક્ષાઓના પ્રવર્તક તથા મ.પ્ર. કબીરપંથ પ્રચાર સ્તમ્ભ,
બાંધગઢના શ્રેષ્ઠી કસૌધન વાણિયા હતા.


રાજ્ય સંરક્ષણનાં કારણે મ.પ્ર.માં કબીર શિક્ષાઓના પ્રચારમાં બાંધવગઢની મોટી ભૂમિકા રહી છે. બાંધવગઢ પર રામનવમી તથા જન્માષ્ટમી પર વર્ષમાં બે વાર માસિક મેળો ભરાય છે.
આજ સમય દરમિયાન અહીં આવી શકાય છે.


અન્યથા રાજાની અનુમતિ સિવાય અહીં આવવું વર્જિત છે.
૧૦ કિ.મી. ક્ષેત્રમાં પ્રસરેલું અભ્યારણ અહીનું સુંદર પર્યટન સ્થળ છે.


મગહર (જીલ્લો સંત કબીરનગર)  


ગુરુગ્રંથ સાહેબની એક પંક્તિ અનુસાર ‘પહેલે દર્શન મગહર પાયો, પુનિ. કાશી વસ્યો આઈ’
ના આધાર પર વિદ્વાન કબીર સાહેબનું જન્મથી મૃત્યુ સુધીનો સંબંધ મગહરથી જોડાય છે.


કબીરસાહેબે મગહર કેમ પસંદ કર્યું ?  
“કાશી મરે તો જાય મુક્તિ કો મગહર ગધા હોઈ’
જેવી પુરુષાર્થ આત્મબલ અને ઇશાશક્તિ પ્રખ્યાત કરતી યુક્તિ જ કારણરૂપ નથી.
અર્થાત  સમાજ ચેતના આદિ જેવા અનેક ગહન વિચારો દ્વારા પ્રેરિત કબીરસાહેબ ત્યા પધાર્યા.
અહીં એ વિચારો વિસ્તૃત રૂપે આપવાનો અવસર નથી.


ઈ.સ. ૧૫૧૮માં કબીરસાહેબનું અંતિમ એક વર્ષ વીત્યું હતું. અહીં તેમની સાધના સ્થળી ગુફા છે.
અહીંથી ગોરખયોગી એ પોતાનાં અંગુઠાથી જલધારા પ્રવાહિત કરી અને કબીરસાહેબે ધૂણી પાસે ધ્યાનસ્થ થઈ વૃષ્ટિ કરાવી હતી. (વરસાદ કરાવ્યો).
જેનાથી આ ક્ષેત્ર આબાદ થયું અને સૂકી  આમી નદી ખળખળ વહેવાલાગી.