તત્કાલીન શાસક બીજલી ખોં પઠાણ અને વીરસિંહ દેવરાજ વાઘેલા દ્વારા નિર્મિત મજાર અને સમાધિ (મંદિર) આપણી દ્વેતગંગા કહેતા વર્તમાન સ્મારકો છે.
મગહર બે સંસ્કૃતિનું મિલન સ્થળ છે. જ્યાંથી એક સ્ત્રોત બની તે વહેવાની શિક્ષા માટે શિખામણ મળે છે.
મગહરમાં મહોત્સવ સન ૧૯૮૭થી પ્રારંભ થયા છે.
તે ૧૨થી ૧૬ જાન્યુઆરી સુધી વિશાળ રૂપમાં સરકાર દ્વારા આયોજિત થાય છે.
મકરસંક્રાંતિ પર વર્ષોથી આ મેળો ભરાય છે.
ઈ.સ. ૧૯૩૩માં ગોરખપુરના અંગ્રેજ કમિશનર આર.સી.એ.એસ. હોર્વટસાહેબે
કબીરસાહેબનાં ઉપલક્ષમાં ૩ વર્ષ સુધી વરસમાં બે વાર મેળાનું આયોજન કર્યું હતું.
પહેલો મેળો ખીચડીતિથિ પર તથા
બીજા મેળાનું કબીરસાહેબનું નિર્માણદિને ભંડારા(સમારોહ)નું આયોજન થાય છે.
આજે પણ કબીર પંથીઓ માં સારા પ્રસંગો માં “આનંદ આરતી” અને
મરણ પછી “ચોંકા-ચલાવા” આરતી કરવા માં આવે છે.
ચોંકા -ચલાવા આરતી નું દ્રશ્ય. અને નારિયેળ ચાળવા ના પ્રસંગ નું દ્રશ્ય.
(જે કબીરે સંપ્રદાય અને વાડા ઓ નો વિરોધ કર્યો તેમના જ નામે સંપ્રદાય ચાલે છે.
જે કબીરે કર્મકાંડ નો વિરોધ કર્યો -તેમના નામે જુદી જુદી આરતીઓ ના -કર્મકાંડ ચાલે છે!!!!)
કબીર ત્યારે પણ રોયા હતા અને આજે પણ રોવે જ છે.)