ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
ભ
- ભડનો દીકરો
- ભણેલા ભીંત ભૂલે
- ભલભલાને ભૂ પાઈ દેવું
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
- ભાગતા ભૂતની ચોટલી ભલી
- ભાગ્યશાળીને ભૂત રળે
- ભાંગરો વાટવો
- ભાંગ્યાનો ભેરુ
- ભાંગ્યું તો ય ભરુચ
- ભાંડો ફૂટી ગયો
- ભીખના હાંલ્લા શીંકે ન ચડે
- ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
- ભૂત ગયું ને પલિત આવ્યું
- ભૂતનું સ્થાનક પીપળો
- ભૂતોભાઈ પણ ઓળખતો નથી
- ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
- ભૂંડાથી ભૂત ભાગે
- ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
- ભેખડે ભરાવી દેવો
- ભેજાગેપ
- ભેજાનું દહીં કરવું
- ભેંશ આગળ ભાગવત
- ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
- ભેંશના શીંગડા ભેંશને ભારી
મ
- મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
- મગજમાં રાઈ ભરાઈ જવી
- મગનું નામ મરી ન પાડે
- મગરનાં આંસુ સારવા
- મણ મણની ચોપડાવવી
- મન હોય તો માળવે જવાય
- મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
- મનનો ઊભરો ઠાલવવો
- મનમાં પરણવું ને મનમાં રાંડવું.........................(આગળ ના પાન પર ચાલુ)