ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
મ
- મીઠા ઝાડના મૂળ ન ખવાય
- મુલ્લાની દોડ મસીદ સુધી
- મુવા નહિ ને પાછા થયા
- મુસાભાઈના વા ને પાણી
- મૂઈ ભેંશના ડોળા મોટા
- મૂછે વળ આપવો
- મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
- મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
- મૂરખના ગાડાં ન ભરાય
- મેથીપાક આપવો
- મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
- મેલ કરવત મોચીના મોચી
- મોઢાનો મોળો
- મોઢામાં મગ ભર્યા છે?
- મોઢું જોઈને ચાંદલો કરાય
- મોરના ઈંડાને ચીતરવા ન પડે
- મોસાળમાં જમણ અને મા પીરસનાર
- મોં કાળું કરવું
- મોં પરથી માંખી ઉડતી નથી
- મોં માથાના મેળ વિનાની વાત
ય-ર
- યથા રાજા તથા પ્રજા
- રંગ ગયા પણ ઢંગ ન ગયા
- રાઈના પડ રાતે ગયા
- રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
- રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
- રાત ગઈ અને વાત ગઈ
- રાત થોડી ને વેશ ઝાઝા
- રાતે પાણીએ રોવાનો વખત
- રામ રમાડી દેવા
- રામ રાખે તેને કોણ ચાખે
- રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
- રામના નામે પથ્થર તરે
- રામબાણ વાગ્યા હોય તે જાણે...................(આગળ ના પાન પર ચાલુ).