આ-ઈ
- આલિયાની ટોપી માલિયાને માથે
- આવ પાણા પગ ઉપર પડ
- આવ બલા પકડ ગલા
- આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
- આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
- આવી ભરાણાં
- આળસુનો પીર
- આંકડે મધ ભાળી જવું
- આંખ આડા કાન કરવા
- આંગળા ચાટ્યે પેટ ન ભરાય
- આંગળી ચિંધવાનું પુણ્ય
- આંગળી દેતાં પહોંચો પકડે
- આંગળીથી નખ વેગળા જ રહે
- આંગળીના વેઢે ગણાય એટલાં
- આંતરડી કકળાવવી/દૂભવવી
- આંતરડી ઠારવી
- આંધળામાં કાણો રાજા
- આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
- આંધળી દળે ને કૂતરા ખાય
- આંધળે બહેરું કૂટાય
- આંધળો ઓકે સોને રોકે
- ઈંટનો જવાબ પથ્થર
ઉ
- ઉકલ્યો કોયડો કોડીનો
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
- ઉતાવળે આંબા ન પાકે
ઊ
- ઊગતા સૂરજને સૌ નમે
- ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
- ઊઠાં ભણાવવા
- ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
- ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
- ઊતર્યો અમલદાર કોડીનો
- ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
- ઊંચે આભ ને નીચે ધરતી
- ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો............(આગળ ના પાન પર ચાલુ)