=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-28

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-28


ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો


  1. ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
  2. ઊંટના ઊંટ ચાલ્યા જાય
  3. ઊંટની પીઠે તણખલું
  4. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
  5. ઊંડા પાણીમાં ઊતરવું
  6. ઊંદર બિલાડીની રમત
  7. ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
  8. ઊંધા રવાડે ચડાવી દેવું
  9. ઊંધી ખોપરીનો માણસ
  10. ઊંબાડિયું કરવાની ટેવ


  1. એક કરતાં બે ભલા
  2. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
  3. એક કાંકરે બે પક્ષી મારવા
  4. એક ઘા ને બે કટકા
  5. એક ઘાએ કૂવો ન ખોદાય
  6. એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
  7. એક નકટો સૌને નકટાં કરે
  8. એક નન્નો સો દુ:ખ હણે
  9. એક નૂર આદમી હજાર નૂર કપડાં
  10. એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
  11. એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
  12. એક ભવમાં બે ભવ કરવા
  13. એક મરણિયો સોને ભારી પડે
  14. એક મ્યાનમાં બે તલવાર ન રહે
  15. એક સાંધે ત્યાં તેર તૂટે
  16. એક હાથે તાળી ન પડે
  17. એકનો બે ન થાય
  18. એના પેટમાં પાપ છે
  19. એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
  20. એરણની ચોરી ને સોયનું દાન
  21. એલ-ફેલ બોલવું




         INDEX PAGE
       NEXT PAGE