Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-0૯

પાવકમય સસિ સ્ત્રવત ન આગી, માનહુમોહિ જાનિ હતભાગી.
સુનહિ બિનય મમ બિટપ અસોકા, સત્ય નામ કરુ હરુ મમ સોકા.
ચંદ્રમા અગ્નિ-મય છે; પરંતુ તે પણ જાણે મને  હતભાગીની માની અગ્નિ વરસાવતો નથી.
હે  અશોકવૃક્ષ ! મારી વિનંતી  સાંભળ. મારો શોક હરી લે અને તારું ( અશોક )નામ સત્ય કર.

નૂતન કિસલય અનલ સમાના, દેહિ અગિનિ જનિ કરહિ નિદાના.
દેખિ પરમ બિરહાકુલ સીતા, સો છન કપિહિ કલપ સમ બીતા.
તારા નવીન કોમળ પાંદડા અગ્નિ સમાન છે,
અગ્નિ દે અને વિરહ રોગ નો અંત કર. ( અર્થાત વિરહ રોગને વધારી સીમા સુધી ન પહાંચાડ)
સીતાજીને  વિરહ થી અત્યંત વ્યાકુળ જોઈ  હનુમાનજીને તે ક્ષણ કલ્પ સમાન વીતી.

(દોહા)
કપિ કરિ હૃદયબિચાર દીન્હિ મુદ્રિકા ડારી તબ.
જનુ અસોક અંગાર દીન્હિ હરષિ ઉઠિ કર ગહેઉ.(૧૨)
તે વખતે હનુમાનજીએ હૃદય માં વિચાર કરી ( સીતાજીની સામે ) વીંટી નાખી,
જાણે અશોકે અંગારો દીધો હોય! (એમ સમજી ) સીતાજી હર્ષિત થઇ ઉઠી તે હાથ માં લીધી.(૧૨)


ચોપાઈ
તબ દેખી મુદ્રિકા મનોહર, રામ નામ અંકિત અતિ સુંદર.
ચકિત ચિતવ મુદરી પહિચાની, હરષ બિષાદ હૃદયઅકુલાની.
તે વેળા તેમણે રામ નામ થી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ.
વીંટી ઓળખીને સીતાજી આશ્વર્યચકિત થઇ તેને જોવા લાગ્યાં અને હર્ષ  તથા ખેદ થી હદયમાં અકળાયાં.


જીતિ કો સકઇ અજય રઘુરાઈ, માયા તેં અસિ રચિ નહિં જાઈ.
સીતા મન બિચાર કર નાના, મધુર બચન બોલેઉ હનુમાના
(તે વિચારવા લાગ્યાં ) શ્રી રઘુનાથજી અજેય છે, તેમને કોણ જીતી શકે છે?
અને માયાથી આવી ( દિવ્ય અને ચિન્મય ) વીંટી બનાવી શકાય નહિ.
સીતાજી મનમાં અનેક પ્રકારના વિચારો કરી રહ્યાં,ત્યારે હનુમાનજી મધુર વચનો બોલ્યા:
રામચંદ્ર ગુન બરનૈં લાગા, સુનતહિં સીતા કર દુખ ભાગા.
લાગીં સુનૈં શ્રવન મન લાઈ, આદિહુ તેં સબ કથા સુનાઈ.
તે શ્રી રામચંદ્રજીના ગુણો વર્ણવવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુ:ખ  ભાગી ગયું.
તે કાન અને મન લગાવી (ધ્યાન થી) તેને સાંભળવા લાગ્યા.હનુમાનજીએ આદિથી માંડી સર્વ કથા સંભળાવી.


શ્રવનામૃત જેહિં કથા સુહાઈ, કહિ સો પ્રગટ હોતિ કિન ભાઈ.
તબ હનુમંત નિકટ ચલિ ગયઊ, ફિરિ બૈંઠીં મન બિસમય ભયઊ.
( એટલે ) સીતાજી બોલ્યા:) જેણે કાન ને અમૃત જેવી આ સુંદર કથા કહી,
તે હે ભાઈ ! તું પ્રકટ કેમ થતો નથી? ત્યારે હનુમાનજી  (સીતાજીની ) પાસે ગયા.
તેમને જોઈ સીતાજી ફરીને  (મોં ફેરવી) બેઠાં.તેમના મનમાં આશ્વર્ય થયું.

રામ દૂત મૈં માતુ જાનકી, સત્ય સપથ કરુનાનિધાન કી.
યહ મુદ્રિકા માતુ મૈં આની, દીન્હિ રામ તુમ્હ કહસહિદાની.
નર બાનરહિ સંગ કહુ કૈસેં, કહિ કથા ભઇ સંગતિ જૈસેં.
હનુમાનજીએ કહ્યું: હે માતા જાનકી ! હું શ્રી રામનો દૂત છું. કરુણા નિધાન ના સત્ય સોગંદ કરું છું.
હે માતા ! આ વીંટી હું જ લઇ આવ્યો છું.
શ્રી રામે આપને માટે મને આ નિશાની અથવા ઓળખ આપી છે. (સીતાજીએ પૂછ્યું )
કહો , મનુષ્ય તથા વાનર નો સંગ કેવી રીતે થયો? ત્યારે હનુમાનજીએ જે રીતે સંગ થયો હતો તે કથા કહી.
(દોહા)
કપિ કે બચન સપ્રેમ સુનિ ઉપજા મન બિસ્વાસ.
જાના મન ક્રમ બચન યહ કૃપાસિંધુ કર દાસ.(૧૩)
હનુમાનજીના પ્રેમયુક્ત વચનો સાંભળી સીતાજીના મનમાં  વિશ્વાસ  ઉપજ્યો.
તેમણે જાણ્યું કે , આ મન,વચન તથા કર્મથી કૃપાસાગર શ્રી રામચંદ્રજીનો દાસ છે.(૧૩)

          INDEX PAGE
       NEXT PAGE