=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૦

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૦






ચોપાઈ
હરિજન જાનિ પ્રીતિ અતિ ગાઢ઼ી, સજલ નયન પુલકાવલિ બાઢ઼ી.
બૂડ઼ત બિરહ જલધિ હનુમાના, ભયઉ તાત મોં કહુજલજાના.
(એ રીતે હનુમાનજીને ) ભગવાન ના સેવક જાણી અતિ ગાઢ પ્રીતિ થઇ,
નેત્રોમાં (પ્રેમાશ્રુ નાં ) જળ ભરાયાં અને શરીર પુલકિત થયું. ( સીતાજીએ કહ્યું: )
હે તાત હનુમાન ! વિરહ સમુદ્રમાં ડૂબતી મને તમે વહાણરૂપ થયા.    


અબ કહુ કુસલ જાઉબલિહારી, અનુજ સહિત સુખ ભવન ખરારી.
કોમલચિત કૃપાલ રઘુરાઈ, કપિ કેહિ હેતુ ધરી નિઠુરાઈ.
હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષમણજી સહીત સુખ ધામ આપનાર
પ્રભુ શ્રી રામ ચંદ્રજી નું કુશળ-મંગળ કહો. શ્રી રઘુનાથજી કોમળ હૃદયવાળા અને કૃપાળુ છે,
છતાં હે હનુમાન ! તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધરી છે?


સહજ બાનિ સેવક સુખ દાયક, કબહુ સુરતિ કરત રઘુનાયક.
કબહુનયન મમ સીતલ તાતા, હોઇહહિ નિરખિ સ્યામ મૃદુ ગાતા.
સેવકને સુખ દેવું એ તેમની સ્વાભાવિક ટેવ છે. શ્રી રઘુનાથજી કોઈ વેળા મારું સ્મરણ કરે છે?
હે તાત ! તેમનાં કોમળ શ્યામ અંગો જોઈ શું કદી મારાં નેત્રો શીતળ થશે કે ?


બચનુ ન આવ નયન ભરે બારી, અહહ નાથ હૌં નિપટ બિસારી.
દેખિ પરમ બિરહાકુલ સીતા, બોલા કપિ મૃદુ બચન બિનીતા.
( એટલું કહ્યા પછી સીતાજીના) મુખમાંથી વચન ( બહાર ) ન નીકળ્યાં.
નેત્રોમાં (વિરહનાં આંસુ નું )જળ ભરાયું. (ઘણા દુઃખ થી ફરી તે બોલ્યાં: )
હા નાથ ! તમે મને બિલકુલ વિસારી જ દીધી?સીતાજીને વિરહથી અત્યંત વ્યાકુળ જોઈ
હનુમાનજી કોમળ તથા વિનયયુક્ત વચનો બોલ્યાં:

માતુ કુસલ પ્રભુ અનુજ સમેતા, તવ દુખ દુખી સુકૃપા નિકેતા.
જનિ જનની માનહુ જિયઊના, તુમ્હ તે પ્રેમુ રામ કેં દૂના.
હે માતા ! સુંદર કૃપાના ધામ પ્રભુ નાના ભાઈ સહીત કુશળ છે,પરંતુ આપના દુઃખ થી દુઃખી છે.
હે માતા ! મનમાં ન્યુનતા ન માનો  (મન નાનું કરી દુઃખ ન કરો ) શ્રી રામચંદ્રજીનો પ્રેમ આપના થી બમણો છે.


(દોહા)
રઘુપતિ કર સંદેસુ અબ સુનુ જનની ધરિ ધીર,
અસ કહિ કપિ ગદ ગદ ભયઉ ભરે બિલોચન નીર(૧૪)
હે માતા ! હવે ધીરજ ધરી રઘુનાથજી નો સંદેશો સાંભળો.
એમ કહી હનુમાનજી પ્રેમથી ગળગળા થઇ ગયા. તેમના નેત્રોમાં ( પ્રેમાશ્રુ નું ) જળ ભરાયું.(૧૪)


ચોપાઈ
કહેઉ રામ બિયોગ તવ સીતા, મો કહુસકલ ભએ બિપરીતા.
નવ તરુ કિસલય મનહુકૃસાનૂ, કાલનિસા સમ નિસિ સસિ ભાનૂ.
કુબલય બિપિન કુંત બન સરિસા, બારિદ તપત તેલ જનુ બરિસા.
જે હિત રહે કરત તેઇ પીરા, ઉરગ સ્વાસ સમ ત્રિબિધ સમીરા.
( હનુમાનજી બોલ્યા: ) શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે -
હે સીતા ! તમારા વિયોગથી મારે માટે સર્વ પદાર્થો વિરુદ્ધ થયા છે.
વૃક્ષનાં નવા કોમળ પાંદડા જાણે અગ્નિ સમાન, રાત્રિ- કાળરાત્રિ  સમાન, ચંદ્રમા સુર્ય સમાન
તેમજ કમળો નાં વન ભાલાં સમાન થયા છે. વાદળાં જાણે ગરમ ગરમ તેલ વરસાવી રહ્યાં છે !
જે હિતકારી  હતા, તે જ  હવે પીડા કરે છે.(શીતળ,મંદ અને સુગંધી એમ )
ત્રણ પ્રકારનો પવન સર્પ ના શ્વાસ સમાન ( ઝેરી તથા ગરમ ) થયો છે. 








          INDEX PAGE
       NEXT PAGE