સુનિ રાવન પઠએ ભટ નાના, તિન્હહિ દેખિ ગર્જેઉ હનુમાના.
સબ રજનીચર કપિ સંઘારે, ગએ પુકારત કછુ અધમારે.
એ સાંભળી રાવણે ઘણા યોધ્ધાઓ મોકલ્યા. તેમને જોઈ હનુમાનજીએ ગર્જના કરી.
હનુમાનજીએ સર્વ રાક્ષસો ને મારી નાખ્યા, કેટલાક અધમૂવા રહ્યા. તેઓ પોકાર કરતા (રાવણ પાસે ) ગયા.
પુનિ પઠયઉ તેહિં અચ્છકુમારા, ચલા સંગ લૈ સુભટ અપારા.
આવત દેખિ બિટપ ગહિ તર્જા, તાહિ નિપાતિ મહાધુનિ ગર્જા.
પછી રાવણે અક્ષયકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઇ ચાલ્યો. તેણે આવતો જોઈ
હનુમાનજીએ (હાથમાં ) એક વૃક્ષ લઇને લલકાર્યો અને તેણે મારી નાખી મોટા અવાજથી ગર્જના કરી.
(દોહા)
કછુ મારેસિ કછુ મર્દેસિ કછુ મિલએસિ ધરિ ધૂરિ,
કછુ પુનિ જાઇ પુકારે પ્રભુ મર્કટ બલ ભૂરિ.(૧૮)
તેમણે સેના માંથી કેટલાકને મારી નાખ્યા,
કેટલાક ને મસળી નાખ્યા અને કેટલાકને પકડી પકડી ધૂળમાં રગદોળી નાખ્યા.
એટલે કેટલાકે પાછા જઈ પોકાર કર્યોકે, હે પ્રભો ! વાનર ઘણો જ બળવાન છે.(૧૮)
ચોપાઈ
સુનિ સુત બધ લંકેસ રિસાન,પઠએસિ મેઘનાદ બલવાના.
મારસિ જનિ સુત બાંધેસુ તાહી, દેખિઅ કપિહિ કહાકર આહી.
પુત્રનો વધ સાંભળી રાવણ ખીજાયો અને તેણે મેઘનાદને મોકલ્યો. (તેને કહ્યુકે )
હે પુત્ર ! તેને મારવો નહિ પણ બાંધવો,તે વાનરને . જોઈએ કે તે ક્યાંનો છે?
ચલા ઇંદ્રજિત અતુલિત જોધા, બંધુ નિધન સુનિ ઉપજા ક્રોધા.
કપિ દેખા દારુન ભટ આવા, કટકટાઇ ગર્જા અરુ ધાવા.
ઇન્દ્રને જીતનાર અતુલિત યોદ્ધો મેઘનાદ ચાલ્યો. ભાઈનો નાશ સાંભળી તેને ક્રોધ ઉપજ્યો.
હનુમાને જોયુકે (હવે) ભયાનક યોદ્ધો આવ્યો છે ત્યારે તે કચકચાવીને ગરજ્યા અને દોડ્યા.
અતિ બિસાલ તરુ એક ઉપારા, બિરથ કીન્હ લંકેસ કુમારા.
રહે મહાભટ તાકે સંગા, ગહિ ગહિ કપિ મર્દઇ નિજ અંગા.
તેમણે અતિ વિશાળ વૃક્ષ ઉપાડ્યું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણ ના પુત્ર મેઘનાદ ને રથ વિનાનો કરી નાખ્યો.
તેની સાથે જે મોટા યોધ્ધાઓ હતા,તેઓને પકડી પકડી હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા.
તિન્હહિ નિપાતિ તાહિ સન બાજા, ભિરે જુગલ માનહુગજરાજા.
મુઠિકા મારિ ચઢ઼ા તરુ જાઈ, તાહિ એક છન મુરુછા આઈ.
ઉઠિ બહોરિ કીન્હિસિ બહુ માયા, જીતિ ન જાઇ પ્રભંજન જાયા.
તે સર્વને મારી મેઘનાદ સાથે લડવા લાગ્યા. ( યુદ્ધ કરતા તેઓ એવા જણાયા કે )
જાણે બે શ્રેષ્ઠ હાથીઓ લડી રહ્યા હોય ! હનુમાનજી તેને એક મુક્કો મારી વૃક્ષ પર જઈ ચડ્યા.
(તેને) મેઘનાદને એક ક્ષણ સુધી મૂર્છા આવી,પણ ફરી ઊઠી
તેણે ઘણી માયા રચી,પરંતુ પવનપુત્ર હનુમાનજી તેનાથી જીતી શકાયા નહિ.