=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૪

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૪(દોહા)
બ્રહ્મ અસ્ત્ર તેહિં સાંધા કપિ મન કીન્હ બિચાર,
જૌં ન બ્રહ્મસર માનઉ મહિમા મિટઇ અપાર.(૧૯)
છેવટે તેણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો,
ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે ,જો હું બ્રહ્માસ્ત્ર ને નહિ માનું તો તેનો અપાર મહિમા મટી જશે.  (૧૯) 


ચોપાઈ


બ્રહ્મબાન કપિ કહુતેહિ મારા, પરતિહુબાર કટકુ સંઘારા.
તેહિ દેખા કપિ મુરુછિત ભયઊ, નાગપાસ બાંધે સિ લૈ ગયઊ.
તેણે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, ( જે લાગતા જ તે વૃક્ષ પરથી પડ્યા,)
પરંતુ પડતી વેળા તેમણે  ઘણી સેનાને મારી નાખી.જયારે તેમણે જોયુકે હનુમાનજી મૂર્છિત થયા છે 
ત્યારે તેમને નાગપાશ થી બાંધી તે લઇ ગયો.


જાસુ નામ જપિ સુનહુ ભવાની, ભવ બંધન કાટહિં નર ગ્યાની.
તાસુ દૂત કિ બંધ તરુ આવા, પ્રભુ કારજ લગિ કપિહિં બાવા.
(શંકર કહે છે: ) હે ભવાની !સાંભળો.જેનું નામ જપી જ્ઞાની ( વિવેકી ) મનુષ્ય સંસાર ( જન્મ-મરણ )
રૂપ બંધન કાપી નાખે છે, તેનો દૂત કદી બંધનમાં આવે?
પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ પોતે પોતાને  બંધાવ્યા હતા.  


કપિ બંધન સુનિ નિસિચર ધાએ, કૌતુક લાગિ સભાસબ આએ.
દસમુખ સભા દીખિ કપિ જાઈ, કહિ ન જાઇ કછુ અતિ પ્રભુતાઈ.
હનુમાનજીને બંધાયા સાંભળી રાક્ષસો દોડ્યા અને આશ્વર્ય પામી બધા સભામાં આવ્યા,
હનુમાનજીએ જઈ રાવણ ની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા વર્ણવી શકાતી નથી. 


કર જોરેં સુર દિસિપ બિનીતા, ભૃકુટિ બિલોકત સકલ સભીતા.
દેખિ પ્રતાપ ન કપિ મન સંકા, જિમિ અહિગન મહુગરુડ઼ અસંકા.
દેવો તથા દિગ્પાલો સર્વે  ભય સહીત ઘણી જ નમ્રતા પૂર્વક હાથ જોડી રાવણ ની ભૃકુટી જોતા હતા.
(તેની આજ્ઞા આપવાની શી ઈચ્છા છે તે જોઈ રહ્યા હતા.) તેનો પ્રતાપ જોઈ હનુમાનજીના મનમાં ભય થયો નહિ.
સર્પો ના સમૂહમાં ગરુડ ની પેઠે તે નિર્ભય રહ્યા. 


(દોહા)
કપિહિ બિલોકિ દસાનન બિહસા કહિ દુર્બાદ,
સુત બધ સુરતિ કીન્હિ પુનિ ઉપજા હૃદયબિષાદ(૨૦)
હનુમાનજીને જોઈ રાવણ દુવચન કહેતો ખુબ હસ્યો.
પછી પુત્રના વધ નું સ્મરણ કરી તેના હદયમાં ખેદ ઉપજ્યો.(૨૦)


ચોપાઈ 
કહ લંકેસ કવન તૈં કીસા, કેહિં કે બલ ઘાલેહિ બન ખીસા.
કી ધૌં શ્રવન સુનેહિ નહિં મોહી, દેખઉઅતિ અસંક સઠ તોહી.
લંકાપતિ રાવણે કહ્યું: રે વાનર ! તું કોણ છે? કોના બળ પર તેં વનને ઉજાડી નષ્ટ કર્યું?
શું તેં મને કાન થી કદી  સંભાળ્યો નથી? રે શઠ ! હું તને અત્યંત  નિ:શંક જોઉં છું.          INDEX PAGE
       NEXT PAGE