=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૧

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૧





કહેહૂ તેં કછુ દુખ ઘટિ હોઈ, કાહિ કહૌં યહ જાન ન કોઈ.
તત્વ પ્રેમ કર મમ અરુ તોરા, જાનત પ્રિયા એકુ મનુ મોરા.
મન નું દુઃખ કહેવાથી કંઈક ઘટે છે , પણ કહું  કોને? આ દુઃખ કોઈ જાણતું નથી.
હે પ્રિયે ! મારાં અને તારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે.


સો મનુ સદા રહત તોહિ પાહીં, જાનુ પ્રીતિ રસુ એતેનહિ માહીં.
પ્રભુ સંદેસુ સુનત બૈદેહી, મગન પ્રેમ તન સુધિ નહિં તેહી.
અને તે મન સદા તારી પાસે રહે છે ! બસ, મારાં પ્રેમનો સાર એટલામાં જ સમજી લે ,
પ્રભુનો સંદેશો સંભાળતાં સીતાજી પ્રેમમાં મગ્ન થયાં. તેમને શરીર નું ભાન રહ્યું નહિ.


કહ કપિ હૃદયધીર ધરુ માતા, સુમિરુ રામ સેવક સુખદાતા.
ઉર આનહુ રઘુપતિ પ્રભુતાઈ, સુનિ મમ બચન તજહુ કદરાઈ.
હનુમાનજીએ કહ્યું: હે માતા ! હૃદય માં ધૈર્ય ધરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામ નું સ્મરણ કરો,
શ્રી રઘુનાથજી ની પ્રભુતા હૃદય માં લાવો અને મારાં વચન સાંભળી કાયરતા છોડો.


(દોહા)
નિસિચર નિકર પતંગ સમ રઘુપતિ બાન કૃસાનુ,
જનની હૃદયધીર ધરુ જરે નિસાચર જાનુ.(૧૫)
રાક્ષસોના સમૂહ પતંગ  સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે.
હે માતા ! હૃદયમાં ધૈર્ય ધરો અને રાક્ષસોને બળી ગયેલા જ જાણો.(૧૫)


ચોપાઈ


જૌં રઘુબીર હોતિ સુધિ પાઈ, કરતે નહિં બિલંબુ રઘુરાઈ.
રામબાન રબિ ઉએજાનકી, તમ બરૂથ કહજાતુધાન કી.
રઘુવીર શ્રી રામચંદ્રજીએ ખબર મેળવી હોત,તો તેઓ વિલંબ કરત નહિ.
હે જાનકીજી રામ બાણ રૂપી સુર્ય નો ઉદય થશે ,ત્યારે રાક્ષસોનો સેના રૂપી અંધકાર ક્યાં રહેશે?
અબહિં માતુ મૈં જાઉલવાઈ, પ્રભુ આયસુ નહિં રામ દોહાઈ.
કછુક દિવસ જનની ધરુ ધીરા, કપિન્હ સહિત અઇહહિં રઘુબીરા.
હે માતા ! આપને હમણાં જ લઇ જાઉં ; પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે કે ,
મને પ્રભુની આજ્ઞા નથી.હે માતા ! કેટલાક દિવસ ધીરજ ધરો. રઘુવીર શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહી આવશે.


નિસિચર મારિ તોહિ લૈ જૈહહિં, તિહુપુર નારદાદિ જસુ ગૈહહિં.
હૈં સુત કપિ સબ તુમ્હહિ સમાના, જાતુધાન અતિ ભટ બલવાના.
અને રાક્ષસો ને મારી આપને લઇ જશે.નારદ આદિ ઋષિ -મુનિ ત્રણે લોકમાં યશ ગાશે.(સીતાજીએ કહ્યું:)
હે પુત્ર ! સર્વ વાનરો તમારા જ જેવડા ( નાના નાના )  હશે અને રાક્ષસો તો અતિ બળવાન યોદ્ધાઓ છે..

મોરેં હૃદય પરમ સંદેહા, સુનિ કપિ પ્રગટ કીન્હ નિજ દેહા.
કનક ભૂધરાકાર સરીરા, સમર ભયંકર અતિબલ બીરા.
સીતા મન ભરોસ તબ ભયઊ, પુનિ લઘુ રૂપ પવનસુત લયઊ.
તેથી મારા હૃદય માં ઘણો ભારે સંદેહ થાય છે,( કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે?)
એ સાંભળી હનુમાનજીએ પોતાનું શરીર પ્રકટ કર્યું કે જે  ( શરીર )
સુવર્ણ ના પર્વત સુમેરુ ના આકારનું ( અત્યંત ) વિશાળ, યુદ્ધ માં ભયંકર, અતિ બળવાન અને વીર હતું.
તે વખતે ( એને જોઈ) સીતાજીના મનમાં વિશ્વાસ થયો.(પછી) હનુમાનજીએ પાછું નાનું રૂપ ધરી લીધું. 





          INDEX PAGE
       NEXT PAGE