બિનતી કરઉજોરિ કર રાવન, સુનહુ માન તજિ મોર સિખાવન।.
દેખહુ તુમ્હ નિજ કુલહિ બિચારી, ભ્રમ તજિ ભજહુ ભગત ભય હારી.
હે રાવણ ! હું હાથ જોડી તને વિનંતી કરું છું,તું અભિમાન છોડી મારી શિખામણ સાંભળ.
તું તારું પવિત્ર કુળ વિચારી જો અને ભ્રમ છોડી ભક્તભયહારી ભગવાન ને ભજ.
જાકેં ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ.
તાસોં બયરુ કબહુનહિં કીજૈ, મોરે કહેં જાનકી દીજૈ.
જે દેવો, રાક્ષસો અને (સમસ્ત) ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેમના ભયથી અત્યંત ડરે છે,
તેમની સાથે કદી વેર ન કર અને મારા કહેવાથી જાનકીજીને આપી દે.
(દોહા)
પ્રનતપાલ રઘુનાયક કરુના સિંધુ ખરારિ.
ગએસરન પ્રભુ રાખિહૈં તવ અપરાધ બિસારિ.(૨૨)
ખર ના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે.
શરણે જવાથી પ્રભુ તારા અપરાધ ભૂલી જઈ તને શરણ માં રાખશે.(૨૨)
ચોપાઈ
રામ ચરન પંકજ ઉર ધરહૂ, લંકા અચલ રાજ તુમ્હ કરહૂ.
રિષિ પુલિસ્ત જસુ બિમલ મંયકા, તેહિ સસિ મહુજનિ હોહુ કલંકા.
શ્રી રામના ચરણ કમળો ને હદયમાં ધર અને લંકાનું અચળ રાજ્ય કર.
ઋષિ પુલ્સ્ત્યનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, તે ચંદ્રમા માં તું કલંક રૂપ ન થા.
રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખુ બિચારિ ત્યાગિ મદ મોહા.
બસન હીન નહિં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી.
શ્રી રામનામ વગર વાણી શોભતી નથી; તેમ મદ-મોહ છોડી વિચારીજો.
હે દેવોના શત્રુ ! સર્વ આભુષણો થી શણગારેલી સુંદર સ્ત્રી પણ વસ્ત્ર વિના (નગ્ન) શોભતી નથી.
રામ બિમુખ સંપતિ પ્રભુતાઈ, જાઇ રહી પાઈ બિનુ પાઈ.
સજલ મૂલ જિન્હ સરિતન્હ નાહીં, બરષિ ગએ પુનિ તબહિં સુખાહીં.
શ્રી રામવિમુખ (પુરુષ )ની સંપતિ અને પ્રભુતા રહેલી હોય તો પણ જતી રહે છે
અને તે પામ્યા છતાં ન પામ્યા જેવી છે.
જે નદીઓના મૂળમાં પાણીની સેર ન હોય (અર્થાત જેઓને કેવળ વરસાદનો જ આશ્રય હોય )
તે વર્ષા ઋતુ વીતી કે તરત સુકાઈ જાય છે.
સુનુ દસકંઠ કહઉપન રોપી, બિમુખ રામ ત્રાતા નહિં કોપી.
સંકર સહસ બિષ્નુ અજ તોહી, સકહિં ન રાખિ રામ કર દ્રોહી.
હે રાવણ ! સાંભળ, હું તને પ્રતિજ્ઞા કરી કહું છું કે, શ્રીરામ વિમુખની રક્ષા કરનાર કોઈ નથી.
હજારો શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા પણ શ્રી રામની સાથે દ્રોહ કરનારા તને નહિ બચાવી શકે.
(દોહા)
મોહમૂલ બહુ સૂલ પ્રદ, ત્યાગહુ તમ અભિમાન.
ભજહુ રામ રઘુનાયક ,કૃપા સિંધુ ભગવાન.(૨૩)
મોહ જ જેનું મૂળ છે એવા,ઘણી પીડા આપનારા,અજ્ઞાન રૂપ અભિમાનને છોડી દે અને
રઘુકુળ ના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન રામચંદ્રજીને ભજ. (૨૩)