ચોપાઈ
જદપિ કહિ કપિ અતિ હિત બાની, ભગતિ બિબેક બિરતિ નય સાની.
બોલા બિહસિ મહા અભિમાની, મિલા હમહિ કપિ ગુર બડ઼ ગ્યાની.
જોકે હનુમાનજીએ ભક્તિ,વૈરાગ્ય,તથા નીતિ થી ભરેલી ઘણી જ હિતકારક વાણી કહી, તો પણ
મહાઅભિમાની રાવણ ખુબ હસીને (વ્યંગ ) બોલ્યો કે, આપણ ને આ વાનર ઘણો જ જ્ઞાની ગુરુ મળ્યો.
મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગેસિ અધમ સિખાવન મોહી.
ઉલટા હોઇહિ કહ હનુમાના, મતિભ્રમ તોર પ્રગટ મૈં જાના.
રે દુષ્ટ ! તારું મૃત્યુ પાસે આવ્યું છે. હે અધમ ! (તું) મને શિખામણ આપવા લાગ્યો છે ! ત્યારે હનુમાનજીએ કહ્યું:
એથી ઉલટું જ થશે.(અર્થાત મુર્ત્યું તો તારી જ પાસે આવ્યું છે ,મારું નહિ.)
આ તારી બુદ્ધિ નો ભ્રમ છે, એ મેં પ્રત્યક્ષ જાણ્યું છે.
સુનિ કપિ બચન બહુત ખિસિઆના, બેગિ ન હરહુમૂઢ઼ કર પ્રાના.
સુનત નિસાચર મારન ધાએ, સચિવન્હ સહિત બિભીષનુ આએ.
હનુમાનજીનાં વચન સાંભળી તે ઘણી જ ખિજાયો,(અને બોલ્યો:)અરે આ મુર્ખ ના પ્રાણ જલદી કેમહરી લેતા નથી?
એ સાંભળતા જ રાક્ષસો તેને મારવા દોડ્યા.એ સાથે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવ્યા.
નાઇ સીસ કરિ બિનય બહૂતા, નીતિ બિરોધ ન મારિઅ દૂતા.
આન દંડ કછુ કરિઅ ગોસા, સબહીં કહા મંત્ર ભલ ભાઈ.
સુનત બિહસિ બોલા દસકંધર, અંગ ભંગ કરિ પઠઇઅ બંદર.
તેમણે મસ્તક નમાવી ઘણો જ વિનય કરી રાવણ ને કહ્યું કે,દુતને મારવો જોઈએ નહિ;
કારણ કે એ નીતિ ની વિરુદ્ધ છે.હે સ્વામી ! કોઈ બીજો દંડ કરો. બધા એ કહ્યું:ભાઈ આ સલાહ ઉત્તમ છે.તે સાંભળી
રાવણ હસીને બોલ્યો : (બહુ સારું,ત્યારે આ ) વાનર ને અંગ ભંગ કરી (પાછો) મોકલી દેવો.
(દોહા)
કપિ કેં મમતા પૂછ પર, સબહિ કહઉસમુઝાઇ.
તેલ બોરિ પટ બાધિ પુનિ, પાવક દેહુ લગાઇ(૨૪)
હું સર્વને સમજાવી કહું છું કે, વાનરની મમતા પુંછડા પર હોય છે,
માટે તેલમાં કપડું બોળી તે આને પૂંછડે બાંધી અગ્નિ લગાડી દો. (૨૪)
ચોપાઈ
પૂહીન બાનર તહજાઇહિ, તબ સઠ નિજ નાથહિ લઇ આઇહિ.
જિન્હ કૈ કીન્હસિ બહુત બડ઼ાઈ, દેખેઉૈં તિન્હ કૈ પ્રભુતાઈ.
પુંછડા વગરનો આ વાનર ત્યાં (પોતાના સ્વામી પાસે ) જશે,ત્યારે એ મુર્ખ પોતાના સ્વામીને લઇ આવશે;
જેની આણે ઘણી જ બડાઈ કરી છે.તેની પ્રભુતા હું જોઉં તો ખરો!
બચન સુનત કપિ મન મુસુકાના, ભઇ સહાય સારદ મૈં જાના.
જાતુધાન સુનિ રાવન બચના, લાગે રચૈં મૂઢ઼ સોઇ રચના.
એ વચન સાંભળતા જ હનુમાનજી મન માં મલકાયા !(અને મનમાં જ બોલ્યા કે ),મેં જાણ્યું !
સરસ્વતી (એની બુદ્ધિ ફેરવવા ) સહાયક થયા છે. રાવણ નાં વચન સાંભળી મુર્ખ રાક્ષસો
તે જ (પુંછડા માં આગ લગાડવાની) તૈયારી કરવા લાગ્યા.