(દોહા)
પૂછ બુઝાઇ ખોઇ શ્રમ, ધરિ લઘુ રૂપ બહોરિ.
જનકસુતા કે આગેં ઠાઢ઼, ભયઉ કર જોરિ(૨૬).
પુંછડું બુઝાવી પરિશ્રમ દુર કરી ફરી નાનું રૂપ ધરી તે સીતાજી પાસે જઈ હાથ જોડી ઉભા રહ્યા.(૨૬)
ચોપાઈ
માતુ મોહિ દીજે કછુ ચીન્હા, જૈસેં રઘુનાયક મોહિ દીન્હા.
ચૂડ઼ામનિ ઉતારિ તબ દયઊ, હરષ સમેત પવનસુત લયઊ.
(અને કહ્યું: ) હે માતા ! જેમ રઘુનાથજીએ મને (ચિન્હ ) આપ્યું હતું, તેમ આપ કોઈ ચિન્હ (ઓળખાણ )આપો.
ત્યારે સીતાજીએ ચુડામણી ઉતારી આપ્યો; એટલે હનુમાનજી એ હર્ષપૂર્વક તે લીધો.
કહેહુ તાત અસ મોર પ્રનામા, સબ પ્રકાર પ્રભુ પૂરનકામા.
દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.
( જાનકીજીએ કહ્યું: ) હે તાત ! મારા પ્રણામ જણાવજો અને આમ કહેજો કે હે પ્રભો ! આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો.
(આપને કોઈ કામના નથી ) તો પણ દિન-દુઃખીઓ પર દયા કરવી, (એ) આપનું બિરુદ છે,( અને હું દીન છું )
તેથી એ બિરુદ નું સ્મરણ કરી, હે નાથ ! મારું ભારે સંકટ હરો.
તાત સક્રસુત કથા સુનાએહુ, બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ.
માસ દિવસ મહુનાથુ ન આવા, તૌ પુનિ મોહિ જિઅત નહિં પાવા.
હે તાત ! ઈન્દ્રપુત્ર જયંત ની કથા (ઘટના ) સંભળાવવી અને પ્રભુને ( તે ઈન્દ્રપુત્ર પ્રત્યે ના તેમના ) બાણ નો પ્રતાપ
સમજાવવો (યાદ કરાવવો);જો એક મહિના દિવસ માં નાથ ન આવ્યા, તો પછી મને જીવતી નહિ પામે.
કહુ કપિ કેહિ બિધિ રાખૌં પ્રાના, તુમ્હહૂ તાત કહત અબ જાના.
તોહિ દેખિ સીતલિ ભઇ છાતી, પુનિ મો કહુસોઇ દિનુ સો રાતી.
હે હનુમાન ! કહો, હું કયા પ્રકારે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહો છો.
તમને જોઈ ને છાતી શીતળ થતી હતી. પાછા મારે તે જ દિવસ અને તે જ રાત (રહ્યા )!
(દોહા)
જનકસુતહિ સમુઝાઇ કરિ બહુ બિધિ ધીરજુ દીન્હ.
ચરન કમલ સિરુ નાઇ કપિ ગવનુ રામ પહિં કીન્હ(૨૭)
હનુમાનજીએ સીતાજીને સમજાવી ઘણા પ્રકારે ધીરજ દીધી અને તેમના ચરણ કમળોમાં મસ્તક નમાવી
શ્રીરામ પાસે ગમન કર્યું.(૨૭)
ચોપાઈ
ચલત મહાધુનિ ગર્જેસિ ભારી, ગર્ભ સ્ત્રવહિં સુનિ નિસિચર નારી.
નાઘિ સિંધુ એહિ પારહિ આવા, સબદ કિલકિલા કપિન્હ સુનાવા.
ચાલતી વેળા તેમણે મોટા અવાજથી ભારે ગર્જના કરી,જે સાંભળી રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી ગયા.
સમુદ્ર ઓળંગી તે આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટ શબ્દ ( હર્ષનાદ ) સંભળાવ્યો.