હરષે સબ બિલોકિ હનુમાના, નૂતન જન્મ કપિન્હ તબ જાના.
મુખ પ્રસન્ન તન તેજ બિરાજા, કીન્હેસિ રામચન્દ્ર કર કાજા.
હનુમાનજીને જોઈ બધા હર્ષિત થયા અને તે વેળા વાનરો એ પોતાનો નવો જન્મ માન્યો.
હનુમાનજી નું મુખ પ્રસન્ન હતું અને શરીરમાં તેજ પ્રકાશતું હતું,
જેથી તેઓ સમ્જ્યાકે એમણે શ્રીરામચંદ્રજીનું કાર્ય કર્યું છે.
મિલે સકલ અતિ ભએ સુખારી, તલફત મીન પાવ જિમિ બારી.
ચલે હરષિ રઘુનાયક પાસા, પૂત કહત નવલ ઇતિહાસા.
સર્વ હનુમાનજીને મળ્યા અને ઘણાજ સુખી થયા, જાણે તરફડતાં માછલાં ને જળ મળ્યું હોય !
બધા હર્ષિત થઇ નવો નવો ઈતિહાસ (વૃતાંત ) પુછાતા- કહેતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.
તબ મધુબન ભીતર સબ આએ, અંગદ સંમત મધુ ફલ ખાએ,
રખવારે જબ બરજન લાગે, મુષ્ટિ પ્રહાર હનત સબ ભાગે.
પછી બધા મધુવન ની અંદર આવ્યા અને અંગદની સંમતીથી સર્વે મધુર ફળ ( અથવા મધ અને ફળ ) ખાધાં.
જયારે રક્ષકો ના પાડવા લાગ્યા, ત્યારે મુક્કીઓનો માર મારતાં જ બધા રક્ષકો ભાગી ગયા.
(દોહા)
જાઇ પુકારે તે સબ બન ઉજાર જુબરાજ.
સુનિ સુગ્રીવ હરષ કપિ કરિ આએ પ્રભુ કાજ.(૨૮)
તે બધા એ જઈ પોકાર કર્યો કે યુવરાજ અંગદ વન ઉજ્જડ કરી રહ્યા છે,(ત્યારે )
તે સાંભળી સુગ્રીવ હર્ષિત થયો કે વાનરો પ્રભુનું કાર્ય કરી આવ્યા છે.(૨૮)
ચોપાઈ
જૌં ન હોતિ સીતા સુધિ પાઈ, મધુબન કે ફલ સકહિં કિ ખાઈ.
એહિ બિધિ મન બિચાર કર રાજા, આઇ ગએ કપિ સહિત સમાજા.
જો સીતાજીની ખબર ન મેળવી હોત, તો શું તેઓ મધુવનનાં ફળ ખાઈ શકત? એ પ્રકારે રાજા સુગ્રીવ મનમાં
વિચાર કરી રહ્યા,એટલામાં સમાજ સહિત વાનરો આવી ગયા.
આઇ સબન્હિ નાવા પદ સીસા, મિલેઉ સબન્હિ અતિ પ્રેમ કપીસા.
પૂી કુસલ કુસલ પદ દેખી, રામ કૃપાભા કાજુ બિસેષી.
સર્વે એ આવી સુગ્રીવના ચરણોમાં મસ્તક નમાવ્યાં,કપિરાજ સુગ્રીવ સર્વે સાથે ઘણા પ્રેમથી મળ્યા.
તેમણે કુશળ પૂછ્યું. (ત્યારે વાનરોએ ઉત્તર દીધો:) આપના ચરણોના દર્શનથી સર્વ કુશળ છે;
શ્રીરામની કૃપાથી વિષેશ કાર્ય થયું છે.(કાર્યમાં સફળતા મળી છે.)
નાથ કાજુ કીન્હેઉ હનુમાના, રાખે સકલ કપિન્હ કે પ્રાના.
સુનિ સુગ્રીવ બહુરિ તેહિ મિલેઊ, કપિન્હ સહિત રઘુપતિ પહિં ચલેઊ.
હે નાથ ! હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ બચાવ્યા છે,એ સાંભળી સુગ્રીવ હનુમાનજીને ફરી
મળ્યા અને સર્વ વાનરો સહીત શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.