રામ કપિન્હ જબ આવત દેખા, કિએકાજુ મન હરષ બિસેષા.
ફટિક સિલા બૈઠે દ્વૌ ભાઈ, પરે સકલ કપિ ચરનન્હિ જાઈ.
શ્રીરામે જયારે વાનરોને કાર્ય કરી આવતા જોયા,ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો.બંને ભાઈઓ સ્ફટીકની
શીલા પર બેઠા હતા.સર્વ વાનરો જઈને તેમના ચરણોમાં પડ્યા.
(દોહા)
પ્રીતિ સહિત સબ ભેટે રઘુપતિ કરુના પુંજ.
પૂી કુસલ નાથ અબ કુસલ દેખિ પદ કંજ.(૨૯)
દયાના સમૂહ શ્રી રઘુનાથજી સર્વ સાથે પ્રેમ સહીત ભેટ્યા અને કુશળ પૂછ્યું.(વાનરોએ કહ્યું:)
હે નાથ ! આપના આપના ચરણ કમળો ના દર્શન પ્રાપ્ત થવાથી હવે કુશળ છે.(૨૯)
ચોપાઈ
જામવંત કહ સુનુ રઘુરાયા, જા પર નાથ કરહુ તુમ્હ દાયા.
તાહિ સદા સુભ કુસલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્ન તા ઊપર.
જાંબુવાને કહ્યું: હે રઘુનાથજી ! સંભાળો. હે નાથ ! જેના પર આપ દયા કરો છો, તેનું સદા કલ્યાણ અને નિરંતર
કુશળ છે. દેવો, મનુષ્યો અને મુનિઓ સર્વ તેના પર પ્રસન્ન રહે છે.
સોઇ બિજઈ બિનઈ ગુન સાગર, તાસુ સુજસુ ત્રેલોક ઉજાગર.
પ્રભુ કીં કૃપા ભયઉ સબુ કાજૂ, જન્મ હમાર સુફલ ભા આજૂ.
તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બને છે.તેનો સુંદર યશ ત્રણે લોકોમાં પ્રકાશિત થાય છે.
(આપ ) પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થયો.
નાથ પવનસુત કીન્હિ જો કરની, સહસહુમુખ ન જાઇ સો બરની.
પવનતનય કે ચરિત સુહાએ, જામવંત રઘુપતિહિ સુનાએ
હે નાથ ! પવનપુત્ર હનુમાને જે કાર્ય કર્યું, તે હજાર મુખોથી પણ વર્ણવી શકાતું નથી.તે વખતે જાંબુવાને
હનુમાનજી નું સુંદર ચરિત્ર (કાર્ય ) શ્રી રઘુનાથજીને સંભળાવ્યું.
સુનત કૃપાનિધિ મન અતિ ભાએ, પુનિ હનુમાન હરષિ હિયલાએ.
કહહુ તાત કેહિ ભાવિ જાનકી, રહતિ કરતિ રચ્છા સ્વપ્રાન કી.
( તે ચરિત્રો ) સાંભળવાથી કૃપાના ભંડાર શ્રી રામચંદ્રજી ના મનને ઘણાં સારાં લાગ્યાં.તેમણે હર્ષિત થઇ
હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપ્યા અને કહ્યું: હે તાત ! કહો સીતા કયા પ્રકારે રહે છે
અને (કેવી રીતે )પોતાના પ્રાણની રક્ષા કરે છે?
(દોહા)
નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ.
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિં બાટ.(૩૦)
(હનુમાનજીએ કહ્યું:) આપનું નામ રાત દિવસ પહેરો ભરનાર છે,આપનું ધ્યાન કમાડ છે અને નેત્રોને પોતાના
ચરણો માં લગાવી રહે છે (એ જ તાળું લાગેલું છે), પછી પ્રાણ જાય કયા માર્ગે ?(૩૦)