ચોપાઈ
ચલત મોહિ ચૂડ઼ામનિ દીન્હી, રઘુપતિ હૃદયલાઇ સોઇ લીન્હી.
નાથ જુગલ લોચન ભરિ બારી, બચન કહે કછુ જનકકુમારી.
અને નીકળતી વખતે તેમણે મને ચુડામણી (ઉતારી)દીધો છે. શ્રી રઘુનાથજી એ તેને લઈને હૃદય સરસો દબાવ્યો.
(હનુમાનજીએ ફરી કહ્યું:) હે નાથ ! બંને નેત્રોમાં જળ ભરી જાનકીજીએ મને કંઇક વચનો કહ્યાં છે:
અનુજ સમેત ગહેહુ પ્રભુ ચરના, દીન બંધુ પ્રનતારતિ હરના.
મન ક્રમ બચન ચરન અનુરાગી, કેહિ અપરાધ નાથ હૌં ત્યાગી.
નાના ભાઈ સહિત પ્રભુના ચરણો પકડવા અને કહેવું કે, આપ દીનબંધુ તથા શરણાગતોના દુઃખ હરનાર છો;
તેમજ હું મન,વચન તથા કર્મ થી (આપના )ચરણો પર પ્રેમવાળી છું;
છતાં (આપ ) સ્વામીએ મને કયા અપરાધથી ત્યજી?
અવગુન એક મોર મૈં માના, બિછુરત પ્રાન ન કીન્હ પયાના.
નાથ સો નયનન્હિ કો અપરાધા, નિસરત પ્રાન કરિહિં હઠિ બાધા.
હું મારો એક અવગુણ ( દોષ, અવશ્ય ) માનું છુ કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ ચાલ્યા ન ગયા;
પરંતુ હે નાથ ! એતો નેત્રોનો અપરાધ છે કે જે પ્રાણ ને નીકળી જવામાં હઠપૂર્વક હરકત કરે છે.
બિરહ અગિનિ તનુ તૂલ સમીરા, સ્વાસ જરઇ છન માહિં સરીરા.
નયન સ્ત્રવહિ જલુ નિજ હિત લાગી, જરૈં ન પાવ દેહ બિરહાગી.
વિરહ અગ્નિ છે,શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આમ અગ્નિ તથા પવનનો સંયોગ થતાં
શરીર ક્ષણ માત્રમાં બળી જાય, પરંતુ નેત્રો પોતાના હિત માટે ( પ્રભુનાં દર્શન કરી સુખી થવાને )
જળ (આંસુ ) વરસાવી રહ્યા છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળી જવા પામતો નથી.
સીતા કે અતિ બિપતિ બિસાલા, બિનહિં કહેં ભલિ દીનદયાલા.
સીતાજીની વિપત્તિ ઘણી મોટી છે. હે દિનદયાળ ! તે ન કહેવી જ ઠીક છે ( કહેવાથી આપને ઘણું દુઃખ થશે ).
(દોહા)
નિમિષ નિમિષ કરુનાનિધિ જાહિં કલપ સમ બીતિ.
બેગિ ચલિય પ્રભુ આનિઅ ભુજ બલ ખલ દલ જીતિ.(૩૧)
હે કરુણાનિધાન ! તેમની એક એક પળ કલ્પ સમાન જાય છે; માટે હે પ્રભો ! તરત ચાલો. આપની ભુજાઓ ના
બળથી દુષ્ટોના દળ ને જીતી સીતાજીને લઇ આવીએ.(૩૧)