ચોપાઈ
સુનિ સીતા દુખ પ્રભુ સુખ અયના, ભરિ આએ જલ રાજિવ નયના.
બચન કા મન મમ ગતિ જાહી, સપનેહુબૂઝિઅ બિપતિ કિ તાહી.
સીતાજીનું દુઃખ સાંભળી સુખના ધામ પ્રભુનાં કમળ સમાન નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં (અને તે બોલ્યા :)
મન, વચન તથા શરીરથી જેને મારો જ આધાર છે, તેને શું સ્વપ્ન માં પણ વિપત્તિ હોય ?
કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ.
કેતિક બાત પ્રભુ જાતુધાન કી, રિપુહિ જીતિ આનિબી જાનકી.
હનુમાનજીએ કહ્યું : હે પ્રભો ! વિપત્તિ તો તે જ (અને ત્યારે જ ) છે કે,જયારે આપનું ભજન સ્મરણ ન થાય,
હે પ્રભો ! રાક્ષસોની શું વાત છે? (તેઓ શી ગણતરીમાં છે?) આપ શત્રુને જીતી જાનકીજીને લઇ આવશો.
સુનુ કપિ તોહિ સમાન ઉપકારી, નહિં કોઉ સુર નર મુનિ તનુધારી.
પ્રતિ ઉપકાર કરૌં કા તોરા, સનમુખ હોઇ ન સકત મન મોરા.
( શ્રીરામ બોલ્યા: ) હે હનુમાન ! સંભાળો. તમારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય કે મુનિ કોઈ શરીરધારી નથી.
હું તમારો પ્રતિ ર્ઉપકાર (બદલો) શું કરું? મારું મન પણ તમારી સન્મુખ થઇ શકતું નથી.
સુનુ સુત ઉરિન મૈં નાહીં, દેખેઉકરિ બિચાર મન માહીં.
પુનિ પુનિ કપિહિ ચિતવ સુરત્રાતા, લોચન નીર પુલક અતિ ગાતા.
હે પુત્ર ! સંભાળો, મેં મનમાં ખુબ વિચાર કરી જોયું કે, હું તમારા કરજમાંથી છુટું તેમ નથી !
દેવોના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા,
નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાયું અને શરીર અત્યંત પુલકિત થયું.
(દોહા)
સુનિ પ્રભુ બચન બિલોકિ મુખ ગાત હરષિ હનુમંત.
ચરન પરેઉ પ્રેમાકુલ ત્રાહિ ત્રાહિ ભગવંત.(૩૨)
પ્રભુનાં વચન સાંભળી, તેમજ તેમનું પ્રસન્ન મુખ અને પુલકિત શરીર જોઈ હનુમાનજી હર્ષિત થયા અને પ્રેમથી
વ્યાકુળ બની હે ભગવાન રક્ષા કરો રક્ષા કરો, એમ કહેતા શ્રી રામના ચરણોમાં પડ્યા.
ચોપાઈ
બાર બાર પ્રભુ ચહઇ ઉઠાવા, પ્રેમ મગન તેહિ ઉઠબ ન ભાવા.
પ્રભુ કર પંકજ કપિ કેં સીસા, સુમિરિ સો દસા મગન ગૌરીસા.
પ્રભુ તેમને વારંવાર ઉઠાડવા ચાહતા હતા,પરંતુ પ્રેમમાં મગ્ન હનુમાનજીને ચરણો માંથી ઉઠવું ગમ્યું નહિ !
પ્રભુના હસ્તકમળ હનુમાનજીના મસ્તક પર હતા. તે સ્થિતિ નું સ્મરણ કરી શંકર પ્રેમ મગ્ન થયા.
સાવધાન મન કરિ પુનિ સંકર, લાગે કહન કથા અતિ સુંદર.
કપિ ઉઠાઇ પ્રભુ હૃદયલગાવા, કર ગહિ પરમ નિકટ બૈઠાવા.
પછી મનને સાવધાન કરી શંકર અતિ સુંદર કથા કહેવા લાગ્યા:
હનુમાનજીને ઉઠાડી પ્રભુએ હદય સાથે ચાંપ્યા અને હાથ પકડી અત્યંત સમીપ બેસાડ્યા.
કહુ કપિ રાવન પાલિત લંકા, કેહિ બિધિ દહેઉ દુર્ગ અતિ બંકા.
પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા બચન બિગત અભિમાના.
(પછી કહ્યું કે :) હે હનુમાનજી !કહો,રાવણ વડે સુરક્ષિત લંકા અને તેના દુર્ગમ કિલ્લાને તમે કેવી રીતે બાળ્યો?
હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તે અભિમાનરહિત વચન બોલ્યા: