=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૪

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૪







સાખામૃગ કે બડ઼િ મનુસાઈ, સાખા તેં સાખા પર જાઈ.
નાઘિ સિંધુ હાટકપુર જારા, નિસિચર ગન બિધિ બિપિન ઉજારા.
સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ.
વાનરોનો ફક્ત એ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળી પરથી બીજી ડાળી પર જઈ શકે છે.  
મેં સમુદ્રને ઓળંગી સોનાનું નગર (લંકા )સળગાવ્યું અને રાક્ષસગણને મારી અશોકવન ઉજ્જડ કર્યું,
તે સર્વ તો હે રઘુનાથજી !આપનો જ પ્રતાપ છે.હે નાથ ! એમાં મારી પ્રભુતા (શક્તિ કે બડાઈ ) કંઈ જ નથી. 



(દોહા)
તા કહુપ્રભુ કછુ અગમ નહિં જા પર તુમ્હ અનુકુલ.
તબ પ્રભાવબડ઼વાનલહિં જારિ સકઇ ખલુ તૂલ.(૩૩)
હે પ્રભુ જેના પર આપ અનુકુળ (પ્રસન્ન) છો,તેણે કંઈ કઠિન નથી.આપના પ્રભાવથી રૂ(એકદમ બળી જનારી વસ્તુ)
વડવાનલ ને પૂર્ણ બાળી શકે છે.અર્થાત અસંભવિત પણ સંભવિત બને છે.(૩૩) 


ચોપાઈ 
નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરિ અનપાયની.
સુનિ પ્રભુ પરમ સરલ કપિ બાની, એવમસ્તુ તબ કહેઉ ભવાની.
હે નાથ !કૃપા કરી મને અત્યંત સુખ આપનારી (આપની) નિશ્વલ ભક્તિ આપો.હનુમાનજીની અત્યંત સરળ વાણી
સાંભળી, હે ભવાની ! તે વખતે પ્રભુ રામચંદ્રજીએ’ ભલે એમ થાઓ ’ કહ્યું. 


ઉમા રામ સુભાઉ જેહિં જાના, તાહિ ભજનુ તજિ ભાવ ન આના.
યહ સંવાદ જાસુ ઉર આવા, રઘુપતિ ચરન ભગતિ સોઇ પાવા.
હે પાર્વતી ! જેણે શ્રી રામનો સ્વભાવ જાણ્યો હોય,તેને ભજન છોડી બીજી વાત જ ગમતી નથી !
આ સ્વામી -સેવકનો    સંવાદ જેના હદયમાં આવ્યો હોય, તે જ રઘુનાથજીના ચરણો ની ભક્તિ પામ્યો છે. 


સુનિ પ્રભુ બચન કહહિં કપિબૃંદા, જય જય જય કૃપાલ સુખકંદા.
તબ રઘુપતિ કપિપતિહિ બોલાવા, કહા ચલૈં કર કરહુ બનાવા.
પ્રભુનાં વચન સાંભળી વાનરગણ કહેવા લાગ્યો: કૃપાળુ  જય થાઓ,જય થાઓ !  
તે વખતે  શ્રી રઘુનાથજી એ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું: ચાલવાની તૈયારી કરો.


અબ બિલંબુ કેહિ કારન કીજે, તુરત કપિન્હ કહુઆયસુ દીજે.
કૌતુક દેખિ સુમન બહુ બરષી, નભ તેં ભવન ચલે સુર હરષી.
હવે વિલંબ શા માટે કરવો જોઈએ ? વાનરો ને તરત આજ્ઞા આપો.ભગવાનની એ લીલા (રાવણ વધનો આરંભ)
જોઈ, દેવો ઘણા પુષ્પો વરસાવી, હર્ષિત થઇ આકાશમાંથી પોત પોતાના લોક તરફ ચાલ્યા.  


(દોહા)
કપિપતિ બેગિ બોલાએ આએ જૂથપ જૂથ.
નાના બરન અતુલ બલ બાનર ભાલુ બરૂથ.(૩૪)
વાનર રાજ સુગ્રીવે તરત વાનરોને બોલાવ્યા.સેનાપતિઓના સમૂહ આવ્યા.વાનરો તથા રીંછો નાં ટોળાં
અનેક રંગ ના અતુલ બળ વાળાં હતાં.(૩૪)  




          INDEX PAGE
       NEXT PAGE