ચોપાઈ
એહિ બિધિ કરત સપ્રેમ બિચારા, આયઉ સપદિ સિંધુ એહિં પારા.
કપિન્હ બિભીષનુ આવત દેખા, જાના કોઉ રિપુ દૂત બિસેષા.
એ પ્રકારે પ્રેમ સહિત વિચાર કરતા તે જલદી સમુદ્ર ની આ પાર (જ્યાં રામચંદ્રજીની સેના હતી ત્યાં ) આવ્યા.
વાનરોએ વિભીષણ આવતા જોઈ જાણ્યું કે , આ શત્રુનો કોઈ ખાસ દૂત છે.
તાહિ રાખિ કપીસ પહિં આએ, સમાચાર સબ તાહિ સુનાએ.
કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ, આવા મિલન દસાનન ભાઈ.
તેમને (પહેરા પર ) થોભાવીને તેઓ સુગ્રીવ પાસે આવ્યા અને તેમને સર્વ સમાચાર સંભળાવ્યા .
સુગ્રીવે (શ્રી રામ પાસે જઈ ) કહ્યું : હે રઘુનાથજી ! સંભાળો . રાવણ નો ભાઈ આપને મળવા આવ્યો છે.
કહ પ્રભુ સખા બૂઝિઐ કાહા, કહઇ કપીસ સુનહુ નરનાહા.
જાનિ ન જાઇ નિસાચર માયા, કામરૂપ કેહિ કારન આયા.
પ્રભુ શ્રી રામે કહ્યું : હે મિત્ર ! તમારી શી સલાહ છે ? વાનરરાજ સુગ્રીવે કહ્યું : હે મહારાજ ! સાંભળો. રાક્ષસોની
માયા જાણી શકાતી નથી.તે ઈચ્છાનુંસાર રૂપ ધરનારો (કપટી ) કયા કારણે આવ્યો હશે ? (તે શું કહી શકાય ! )
ભેદ હમાર લેન સઠ આવા, રાખિઅ બાિ મોહિ અસ ભાવા.
સખા નીતિ તુમ્હ નીકિ બિચારી, મમ પન સરનાગત ભયહારી.
(મને લાગેછે કે ,) તે લુચ્ચો આપણો ભેદ લેવા આવ્યો છે , માટે મને તો એજ લાગે છે કે તેને બાંધી રાખવો .
શ્રીરામે કહ્યું : તમે નીતિ ઠીક વિચારી , પરંતુ શરણાગત નો ભય હરવો એ મારું “પણ” છે.
સુનિ પ્રભુ બચન હરષ હનુમાના, સરનાગત બચ્છલ ભગવાના.
પ્રભુનાં વચન સાંભળી હનુમાન હર્ષ પામ્યા (અને મનમાં કહેવા લાગ્યા કે ,)
ભગવાન શરણે આવેલા પર પ્રેમ રાખનાર છે.
(દોહા)
સરનાગત કહુજે તજહિં નિજ અનહિત અનુમાનિ.
તે નર પાવ પાપમય તિન્હહિ બિલોકત હાનિ.(૪૩)
(શ્રી રામ ફરી બોલ્યા : ) જે મનુષ્ય પોતાનું અહિત વિચારી શરણે આવેલાને ત્યજે છે,તે પામર અને પાપમય છે.
અને તેને જોવામાં પણ હાનિ છે.(૪૩)
ચોપાઈ
કોટિ બિપ્ર બધ લાગહિં જાહૂ, આએસરન તજઉનહિં તાહૂ.
સનમુખ હોઇ જીવ મોહિ જબહીં, જન્મ કોટિ અઘ નાસહિં તબહીં.
જેને કરોડો બ્રાહ્મણ ની હત્યા લાગી હોય,તેને પણ શરણે આવ્યા પછી હું ત્યજતો નથી.
જીવ જયારે મારી સન્મુખ થાય છે, ત્યારે તેના કરોડો જન્મ નાં પાપ નાશ પામે છે.
પાપવંત કર સહજ સુભાઊ, ભજનુ મોર તેહિ ભાવ ન કાઊ.
જૌં પૈ દુષ્ટહદય સોઇ હોઈ, મોરેં સનમુખ આવ કિ સોઈ.
પાપીઓનો એ સહજ સ્વભાવ હોય છે કે, તેને મારું ભજન કદી ગમતું નથી.
તે (રાવણ નો ભાઈ ) દુષ્ટ હૃદયવાળો હોત , તો શું મારી સન્મુખ આવત ?