=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૨

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૨





નિર્મલ મન જન સો મોહિ પાવા, મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.
ભેદ લેન પઠવા દસસીસા, તબહુન કછુ ભય હાનિ કપીસા.
જે મનુષ્ય નિર્મળ મનનો હોયછે તે જ મને પામે છે.મને કપટ અને છળ - છિદ્રો ગમતાં નથી.જો તેને રાવણે
(આપણો) ભેદ લેવા મોકલ્યો હશે , તો પણ હે સુગ્રીવ ! આપણને કંઈ ભય કે હાની નથી.


જગ મહુસખા નિસાચર જેતે, લછિમનુ હનઇ નિમિષ મહુતેતે.
જૌં સભીત આવા સરનાઈ, રખિહઉતાહિ પ્રાન કી નાઈ.
કેમ કે  હે મિત્ર ! જગતમાં જેટલા રાક્ષસો છે, તે સર્વ ને લક્ષ્મણ પલકવાર માં જ મારી શકે છે,
પણ જો તે ભયભીત થઇ મારી શરણે આવ્યો હશે, તો હું તેને પ્રાણ ની પેઠે રાખીશ (તેની રક્ષા કરીશ ).


(દોહા)
ઉભય ભિ તેહિ આનહુ હિ કહ કૃપાનિકેત.
જય કૃપાલ કહિ ચલે અંગદ હનૂ સમેત(૪૪)
કૃપાના ધામ શ્રી રામે  હસીને કહ્યું : બંને પ્રકારે (શત્રુ કે શરણે -તેવા બે પ્રકારે) તેને લાવો .
ત્યારે અંગદ અને હનુમાન સહિત વાનર ગણ કૃપાળુ શ્રી રામનો જય થાઓ (એમ ) કહી ચાલ્યા.(૪૪)


ચોપાઈ 
સાદર તેહિ આગેં કરિ બાનર, ચલે જહારઘુપતિ કરુનાકર.
દૂરિહિ તે દેખે દ્વૌ ભ્રાતા, નયનાનંદ દાન કે દાતા.
વિભીષણ ને આદર સહીત આગળ કરી વાનરો ફરી ત્યાં ચાલ્યા કે જ્યાં કરુણા ની ખાણ શ્રી રામચંદ્રજી હતા.
નેત્રોને આનંદ નું દાન દેનારા બંને ભાઈઓને વિભીષણે દુરથી જોયા .


બહુરિ રામ છબિધામ બિલોકી, રહેઉ ઠટુકિ એકટક પલ રોકી.
ભુજ પ્રલંબ કંજારુન લોચન, સ્યામલ ગાત પ્રનત ભય મોચન.
પછી શોભાના ધામ શ્રી રામ ને જોઈને મટકું પણ માર્યા વગર સ્તબ્ધ થઇ એકીટશે જોઈ રહ્યા  !  
ભગવાનની ભુજાઓ  લાંબી હતી, નેત્રો લાલ કમળ સમાન હતાં અને
શરણાગતો નાં ભયનો નાશ કરનારું શરીર શ્યામ હતું.


સિંઘ કંધ આયત ઉર સોહા, આનન અમિત મદન મન મોહા.
નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરિ ધીર કહી મૃદુ બાતા.
ખાંધ સિંહ સમાન હતી.વિશાળ વક્ષ: સ્થળ શોભી રહ્યું હતું અને મુખ અસંખ્ય કામદેવોના મનને મોહ કરનાર હતું.
ભગવાન નું સ્વરૂપ જોઈ વિભીષણ નાં નેત્રોમાં પ્રેમાશ્રુ નાં જળ ભરાયાં અને શરીર અત્યંત રોમાંચિત થયું. પછી
મનમાં ધીરજ ધરી તેમણે કોમળ વચનો કહ્યાં.


નાથ દસાનન કર મૈં ભ્રાતા, નિસિચર બંસ જનમ સુરત્રાતા.
સહજ પાપપ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિ તમ પર નેહા.
હે નાથ ! હું  દશમુખ  રાવણ નો ભાઈ  છું. હે દેવોના રક્ષક ! મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે .મારું શરીર તામસ છે.
અને જેમ ઘુવડને અંધકાર પર (સહજ )સ્નેહ છે ,તેમ સ્વભાવથી જ મને પાપ પ્રિય છે.


(દોહા)
શ્રવન સુજસુ સુનિ આયઉપ્રભુ ભંજન ભવ ભીર.
ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર(૪૫)
હું કાનથી આપનો સુંદર યશ સાંભળી આવ્યો છું કે પ્રભુ સંસારના ભયનો નાશ કરનારા છે.  હે દુઃખીઓના   દુઃખ  દુર
કરનાર અને શરણાગતો ને સુખ દેનાર શ્રી રઘુવીર ! ત્રાહી , ત્રાહી - મારી રક્ષા કરો - રક્ષા કરો.(૪૫)





          INDEX PAGE
       NEXT PAGE