=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૦

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૦





મમ પુર બસિ તપસિન્હ પર પ્રીતી, સઠ મિલુ જાઇ તિન્હહિ કહુ નીતી.
અસ કહિ કીન્હેસિ ચરન પ્રહારા, અનુજ ગહે પદ બારહિં બારા.
મારા નગરમાં વસી તું તપસ્વી પર પ્રેમ કરે છે  ! ઓ શઠ ! તેઓને  જઈને મળ અને તેમને નીતિ કહે !  
એમ કહી રાવણે તેમને લાત મારી; નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ ગ્રહણ કર્યા.


ઉમા સંત કઇ ઇહઇ બડ઼ાઈ, મંદ કરત જો કરઇ ભલાઈ.
તુમ્હ પિતુ સરિસ ભલેહિં મોહિ મારા, રામુ ભજેં હિત નાથ તુમ્હારા.
સચિવ સંગ લૈ નભ પથ ગયઊ, સબહિ સુનાઇ કહત અસ ભયઊ.
(શંકર કહેછે:) હે પાર્વતી ! સંતનો આજ મહિમા છે કે , જે બુરું કરવા છતાં બુરું કરનારનું ભલું જ કરે છે.
(વિભિષણે કહ્યું: ) આપ મારા પિતા સમાન છો,મને તમે ભલે માર્યો; પરંતુ હે નાથ !
શ્રી રામને ભજવામાં જ તમારું હિત છે.(એટલું કહી)વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઇ આકાશ માર્ગે ગયો. અને
સર્વને સંભળાવી તેણે આમ કહ્યું. 


(દોહા)
રામુ સત્યસંકલ્પ પ્રભુ સભા કાલબસ તોરિ.
મૈ રઘુબીર સરન અબ જાઉદેહુ જનિ ખોરિ(૪૧)
શ્રી રામચંદ્રજી સત્ય સંકલ્પ વાળા અને સર્વ સમર્થ પ્રભુ છે.હે રાવણ ! તમારી સભા કાળને વશ છે,
તેથી હું હવે શ્રી રઘુવીર ને શરણે જાઉં છું.મને દોષ ન દેશો.


ચોપાઈ
અસ કહિ ચલા બિભીષનુ જબહીં, આયૂહીન ભએ સબ તબહીં.
સાધુ અવગ્યા તુરત ભવાની, કર કલ્યાન અખિલ કૈ હાની.
એમ કહીને વિભીષણ જયારે ચાલ્યા ત્યારે સર્વ રાક્ષસો આયુષ્ય રહિત થયા.(તેમનું મૃત્યુ નક્કી થઇ ગયું.)
શંકર કહે છે  :  હે ભવાની ! સજ્જન નું અપમાન સંપૂર્ણ કલ્યાણ નો તરત નાશ કરે છે.
રાવન જબહિં બિભીષન ત્યાગા, ભયઉ બિભવ બિનુ તબહિં અભાગા.
ચલેઉ હરષિ રઘુનાયક પાહીં, કરત મનોરથ બહુ મન માહીં.
રાવણે જે ક્ષણે વિભીષણ નો ત્યાગ કર્યો , તે ક્ષણે તે અભાગીયો  ઐ શ્વર્યરહિત થયો.વિભીષણ હર્ષિત થઇ મનમાં
અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી  પાસે ચાલ્યા.


દેખિહઉજાઇ ચરન જલજાતા, અરુન મૃદુલ સેવક સુખદાતા.
જે પદ પરસિ તરી રિષિનારી, દંડક કાનન પાવનકારી.
(તે વિચાર કરતા જતા હતા કે ) હું જઈને ભગવાનના કોમળ અને લાલ વર્ણનાં ચરણકમળો નું દર્શન કરીશ.
કે જે સેવકોને સુખ આપનાર છે, વળી જે ચરણો નો સ્પર્શ  કરવાથી  ઋષિ પત્ની અહલ્યા તારી
અને જે દંડક વનને પવિત્ર કરનાર છે.


જે પદ જનકસુતાઉર લાએ, કપટ કુરંગ સંગ ધર ધાએ.
હર ઉર સર સરોજ પદ જેઈ, અહોભાગ્ય મૈ દેખિહઉતેઈ.
જે ચરણો ને સીતાજીએ હૃદયમાં ધર્યા છે, જે કપટ મૃગ મારીચ સાથે પૃથ્વી પર (તેને પકડવા )દોડ્યા અને જે
ચરણકમળ સાક્ષાત શંકરના હૃદયરૂપી સરોવરમાં વિરાજે છે,મારાં અહોભાગ્ય છે કે હું તેમને આજે જોઇશ.


(દોહા)
જિન્હ પાયન્હ કે પાદુકન્હિ ભરતુ રહે મન લાઇ.
તે પદ આજુ બિલોકિહઉઇન્હ નયનન્હિ અબ જાઇ.(૪૨)
જે ચરણો ની પાદુકાઓમાં ભરતજીએ મન લગાડ્યું છે,
તે ચરણો ને હું આજે હમણાં જઈને આ નેત્રોથી જોઇશ !(૪૨)                                        




          INDEX PAGE
       NEXT PAGE