=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૮

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૩૮








(દોહા)
કી ભઇ ભેંટ કિ ફિરિ ગએ શ્રવન સુજસુ સુનિ મોર.
કહસિ ન રિપુ દલ તેજ બલ બહુત ચકિત ચિત તોર.(૫૩)
તેઓ સાથે તારી ભેટ થઇ કે તેઓ કાનથી મારો ઉત્તમ યશ સાંભળી ને જ પાછા ફર્યા ? શત્રુ સેનાનું બળ અને તેજ તુંકેમ નથી કહેતો ? તારું ચિત્ત ઘણું જ ભયભીત લાગેછે ! (૫૩)
ચોપાઈ 
નાથ કૃપા કરિ પૂછેહુ જૈસેં, માનહુ કહા ક્રોધ તજિ તૈસેં.
મિલા જાઇ જબ અનુજ તુમ્હારા, જાતહિં રામ તિલક તેહિ સારા.
(દૂતે કહ્યું : ) હે નાથ ! આપે જેમ કૃપા કરીને પૂછ્યું, તે જ પ્રમાણે ક્રોધ છોડી મારું કહેવું ( સત્ય ) માનજો.
જયારે આપનો નાનોભાઈ શ્રી રામને જી મળ્યો , ત્યારે તેના પહુંચતા જ શ્રીરામે  તેને રાજતિલક કર્યું છે.


રાવન દૂત હમહિ સુનિ કાના, કપિન્હ બાંધિ  દીન્હે દુખ નાના.
શ્રવન નાસિકા કાટૈ લાગે, રામ સપથ દીન્હે હમ ત્યાગે.
અમે રાવણ નાં દૂત છીએ એવું કાનથી સાંભળતાં જ  વાનરોએ અમને બાંધી ઘણું દુઃખ દીધું; તેઓ અમારાં
નાક- કાન કાપવા લાગ્યા , ત્યારે શ્રીરામના સોગંધ દેવાથી (માંડ માંડ ) તેઓએ અમને છોડ્યા.


પૂછિહુ નાથ રામ કટકાઈ, બદન કોટિ સત બરનિ ન જાઈ.
નાના બરન ભાલુ કપિ ધારી, બિકટાનન બિસાલ ભયકારી.
હે નાથ આપે શ્રી રામની સેના પૂછી પરંતુ તે સો કરોડ મુખોથી પણ વર્ણવી શકાતી નથી. એ સેના અનેક રંગનારીંછ તથા વાનરોની છે ; જે ભયંકર મુખ વાળા વિશાળ શરીર વાળા તથા ભયાનક છે.


જેહિં પુર દહેઉ હતેઉ સુત તોરા, સકલ કપિન્હ મહતેહિ બલુ થોરા.
અમિત નામ ભટ કઠિન કરાલા, અમિત નાગ બલ બિપુલ બિસાલા.
જેણે (આપનું ) નગર સળગાવ્યું અને આપના પુત્રને માર્યો, તેનું બળ તો સર્વ વાનરોમાં થોડું જ છે. અસંખ્ય નામોવાળા ઘણા જ કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે.તેઓમાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ મોટા કદના છે.


(દોહા)
દ્વિબિદ મયંદ નીલ નલ અંગદ ગદ બિકટાસિ.
દધિમુખ કેહરિ નિસઠ સઠ જામવંત બલરાસિ.(૫૪)
દ્વીવીદ, મયંદ, નીલ ,નલ , અંગદ , ગદ , વિકટાસ્ય , દધિમુખ, કેસરી, નિશઠ, શઠ અને  જાંબુવન -
એ બધા બળના ઢગ છે.


ચોપાઈ 
એ કપિ સબ સુગ્રીવ સમાના, ઇન્હ સમ કોટિન્હ ગનઇ કો નાના.
રામ કૃપાઅતુલિત બલ તિન્હહીં, તૃન સમાન ત્રેલોકહિ ગનહીં.
એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક -બે નથી.(પણ ) કરોડો છે. તે અનેકોને કોણ ગણીશકે છે ? શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે. તેઓ ત્રણે લોકને તણખલાં ની જેમ (તુચ્છ ) ગણે છે.


અસ મૈં સુના શ્રવન દસકંધર, પદુમ અઠારહ જૂથપ બંદર.
નાથ કટક મહસો કપિ નાહીં, જો ન તુમ્હહિ જીતૈ રન માહીં.
હે દશગ્રીવ  ! મેં કાનથી આમ સાંભળ્યું છે કે , અઢાર પદ્મ  તો વાનરોના સેનાપતિઓજ  છે ! તે સેનામાં એવો કોઈવાનર નથી કે જે આપને રણમાં ન જીતે.


પરમ ક્રોધ મીજહિં સબ હાથા, આયસુ પૈ ન દેહિં રઘુનાથા.
સોષહિં સિંધુ સહિત ઝષ બ્યાલા, પૂરહીં ન ત ભરિ કુધર બિસાલા.
બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યાછે , પણ શ્રી રઘુ નાથજી તેઓને આજ્ઞા દેતા નથી. અમે માછલાં તથા સર્પોસહીત સમુદ્રને સુકવી નાખીશું અથવા મોટા પર્વતોથી તેને ભરી દઈ પૂરી નાખીશું.




          INDEX PAGE
       NEXT PAGE