મર્દિ ગર્દ મિલવહિં દસસીસા, ઐસેઇ બચન કહહિં સબ કીસા.
ગર્જહિં તર્જહિં સહજ અસંકા, માનહુ ગ્રસન ચહત હહિં લંકા
અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું. સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે. બધા સ્વભાવથી જ નિશંક(નિર્ભય ) છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઇચ્છતા હોય !
.(દોહા)
સહજ સૂર કપિ ભાલુ સબ પુનિ સિર પર પ્રભુ રામ.
રાવન કાલ કોટિ કહુ જીતિ સકહિં સંગ્રામ(૫૫)
સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક શુરા છે અને વળી તેઓના શિર પર (સર્વેશ્વર ) પ્રભુ શ્રી રામચંદ્રજી છે.
(એટલે પૂછવું જ શું ?) હે રાવણ ! તેઓ સંગ્રામમાં કરોડો કાળને (પણ ) જીતી શકે છે.(૫૫)
ચોપાઈ
રામ તેજ બલ બુધિ બિપુલાઈ, શેષ સહસ સત સકહી ન ગાઈ.
સક સર એક સોષી સત સાગર ,તવ ભ્રાતહી પૂછે ઉ નય નાગર.
શ્રી રામચંદ્રજીનું તેજ ,બળ બુદ્ધિની અધિકતાને લાખો શેષનાગો પણ ગાઈ શકતા નથી. તે એકજ બાણથી સમુદ્રોનેસુકવી શકે છે, પરંતુ નીતિનિપુણ્ શ્રીરામે (નીતિ જાળવવા ) તમારા ભાઈને ઉપાય પૂછ્યો.
તાસુ બચન સુનિ સાગર પાહીં, માગત પંથ કૃપા મન માહીં.
સુનત બચન બિહસા દસસીસા, જૌં અસિ મતિ સહાય કૃત કીસા.
પછી તેમનાં (આપના ભાઈ નાં ) વચનો સાંભળી તે (શ્રીરામ ) સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે.
તેમનાં મનમાં કૃપા છે.દૂત નાં વચન સાંભળી રાવણ ખુબ હસ્યો. (અને બોલ્યો :)
જયારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક બનાવ્યા છે !
સહજ ભીરુ કર બચન દૃઢ઼ાઈ, સાગર સન ઠાની મચલાઈ.
મૂઢ઼ મૃષા કા કરસિ બડ઼ાઈ, રિપુ બલ બુદ્ધિ થાહ મૈં પાઈ.
સ્વભાવથી બીકણ વિભીષણ નાં વચન માની તેમણે સમુદ્ર પાસે બાળહઠ કરવા માંડી છે ! ઓ મૂઢ ! વ્યર્થ બડાઈશું કરેછે ? બસ મેં શત્રુ (શ્રી રામ ) નું બળ તથા બુદ્ધિનો તાગ મેળવી લીધો.
સચિવ સભીત બિભીષન જાકેં, બિજય બિભૂતિ કહાજગ તાકેં.
સુનિ ખલ બચન દૂત રિસ બાઢ઼ી, સમય બિચારિ પત્રિકા કાઢ઼ી.
જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય , તેને જગતમાં વિજય તથા ઐ શ્વર્ય ક્યાંથી મળે ? દુષ્ટ રાવણનાં વચનસાંભળી દૂતનો ક્રોધ વધ્યો. તેણે સમય વિચારી પત્રિકા કાઢી.
રામાનુજ દીન્હી યહ પાતી, નાથ બચાઇ જુડ઼ાવહુ છાતી.
બિહસિ બામ કર લીન્હી રાવન, સચિવ બોલિ સઠ લાગ બચાવન.
(અને કહ્યું :) શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ ! આને વંચાવી છાતી ઠંડી કરો.
રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવી મૂર્ખ તે (પત્રિકા ) વંચાવવા લાગ્યો.
(દોહા)
બાતન્હ મનહિ રિઝાઇ સઠ જનિ ઘાલસિ કુલ ખીસ.
રામ બિરોધ ન ઉબરસિ સરન બિષ્નુ અજ ઈસ(૫૬-ક)
(પત્રિકામાં લખ્યું હતું ) અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર ! શ્રી રામ સાથે
વિરોધ કરી તું બ્રહ્મા, વિષ્ણું તથા મહેશ્વર ને શરણે જાય તો પણ બચવાનો નથી.(૫૬-ક )