(દોહા)
એહિ બિધિ જાઇ કૃપાનિધિ ઉતરે સાગર તીર.
જહતહલાગે ખાન ફલ ભાલુ બિપુલ કપિ બીર(૩૫)
એ પ્રકારે કૃપા-નિધાન શ્રી રામચંદ્રજી સમુદ્રના કિનારા પર જઈ ઉતર્યા.
અનેક રીંછ તથા વાનરો જ્યો ત્યાં ફળ ખાવા લાગ્યા.(૩૫)
ચોપાઈ
ઉહાનિસાચર રહહિં સસંકા, જબ તે જારિ ગયઉ કપિ લંકા.
નિજ નિજ ગૃહસબ કરહિં બિચારા, નહિં નિસિચર કુલ કેર ઉબારા.
ત્યાં (લંકામાં ) જ્યારથી હનુમાનજી લંકા સળગાવીને ગયા,ત્યારથી રાક્ષસો શંકા યુક્ત રહેવા લાગ્યા.
પોત પોતાના ઘરમાં સર્વ વિચાર કરી રહ્યા કે હવે રાક્ષસ કુળનું રક્ષણ થવાનું નથી.
જાસુ દૂત બલ બરનિ ન જાઈ, તેહિ આએપુર કવન ભલાઈ.
દૂતન્હિ સન સુનિ પુરજન બાની, મંદોદરી અધિક અકુલાની.
જેના દૂતનું બળ વર્ણવી શકાતું નથી,તે પોતે નગરમાં આવે તેમાં (આપણી ) શી ભલાઈ છે? (શું સારું થશે ? )
દૂતીઓ પાસેથી નગર વાસીઓના એ વચનો સાંભળી મંદોદરી ઘણી જ વ્યાકુળ થઇ.
રહસિ જોરિ કર પતિ પગ લાગી, બોલી બચન નીતિ રસ પાગી.
કંત કરષ હરિ સન પરિહરહૂ, મોર કહા અતિ હિત હિયધરહુ.
તે એકાંતમાં પતિને ( રાવણને) હાથ જોડીને પગે લાગી અને નીતિ રસથી તળબોળ વાણી બોલી :
હે પતિ ! શ્રી હરિ સાથેનો વિરોધ છોડી દો. મારું કહેવું અત્યંત હિતકારી જાણી હૃદયમાં ધારો.
સમુઝત જાસુ દૂત કઇ કરની, સ્ત્રવહીં ગર્ભ રજનીચર ધરની.
તાસુ નારિ નિજ સચિવ બોલાઈ, પઠવહુ કંત જો ચહહુ ભલાઈ.
જેના દૂતની કરણીનો વિચાર કરતાં (સ્મરણ આવતાં ) જ રાક્ષસોની સ્ત્રીઓ ના ગર્ભો સ્ત્રવી જાય છે; હે પ્રિય સ્વામી !
જો ભલું ચાહતા હો, તો પોતાના મંત્રીને બોલાવી તેની સાથે તેમની (શ્રીરામની ) સ્ત્રીને મોકલી દો.
તબ કુલ કમલ બિપિન દુખદાઈ, સીતા સીત નિસા સમ આઈ.
સુનહુ નાથ સીતા બિનુ દીન્હેં, હિત ન તુમ્હાર સંભુ અજ કીન્હેં.
સીતા તમારા કુળ રૂપી કમળો ના વનને દુઃખ દેનારી શિયાળા ની રાત્રિ જેવી આવી છે. હે નાથ ! સંભાળો.
સીતાને (પાછી ) આપ્યા વિના શંકર અને બ્રહ્મા નું કરેલું પણ તમારું હિત (કલ્યાણ ) નહિ થાય.
(દોહા)
રામ બાન અહિ ગન સરિસ નિકર નિસાચર ભેક,
જબ લગિ ગ્રસત ન તબ લગિ જતનુ કરહુ તજિ ટેક(૩૬)
શ્રી રામના બાણ સર્પોના સમૂહ જેવા છે અને રાક્ષસોના સમૂહ દેડકા જેવા છે. જ્યાં સુધી માં તે (બાણો રૂપી સર્પો )
તેમને ( આ રાક્ષસો રૂપી દેડકાંઓને ) ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડી ઉપાય કરો.(૩૬)