=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૭

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૭





ચોપાઈ 
શ્રવન સુની સઠ તા કરિ બાની, બિહસા જગત બિદિત અભિમાની.
સભય સુભાઉ નારિ કર સાચા, મંગલ મહુભય મન અતિ કાચા.
મૂર્ખ અને જગ પ્રસિદ્ધ  અભિમાની રાવણ કાનોથી તેની વાણી સાંભળી ખુબ હસ્યો (અને બોલ્યો : ) ખરેખર સ્ત્રીઓનો
સ્વભાવ  ઘણો જ બીકણ હોય છે. મંગળ માં પણ તું ભય કરે છે  ! તારું મન અત્યંત કાચું (નબળું ) છે.
જૌં આવઇ મર્કટ કટકાઈ, જિઅહિં બિચારે નિસિચર ખાઈ.
કંપહિં લોકપ જાકી ત્રાસા, તાસુ નારિ સભીત બડ઼િ હાસા.
જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસો  તેઓને ખાઈ પોતાનો જીવન નિર્વાહ કરશે. લોક પાલો પણ જેના
ભયથી કંપે છે, તેની સ્ત્રી હોવા છતાં તું ડરે છે ! આ મોટી હાસ્યની વાત છે.


અસ કહિ બિહસિ તાહિ ઉર લાઈ, ચલેઉ સભામમતા અધિકાઈ.
મંદોદરી હૃદયકર ચિંતા, ભયઉ કંત પર બિધિ બિપરીતા.
રાવણ એમ કહી હસીને તેને હૃદય સાથે  ચાંપી  અને મમતા સ્નેહ વધારી તે સભામાં ચાલ્યો ગયો.
મંદોદરી  હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિ પર વિધાતા વિપરીત થયાં છે.


બૈઠેઉ સભાખબરિ અસિ પાઈ, સિંધુ પાર સેના સબ આઈ.
બૂઝેસિ સચિવ ઉચિત મત કહહૂ, તે સબ હે મષ્ટ કરિ રહહૂ.
જિતેહુ સુરાસુર તબ શ્રમ નાહીં, નર બાનર કેહિ લેખે માહી.
તે સભામાં જઈ બેઠો,(કે તે જ  વખતે તેને આવી ખબર મળી કે , શત્રુની સર્વ સેના સમુદ્રની પાર આવી છે.તેણે મંત્રીઓને પૂછ્યું કે, તમે યોગ્ય સલાહ કહો;(હવે શું કરવું જોઈએ ?) ત્યારે તેઓ બધા હસ્યા અને બોલ્યા કે ,ચુપ થઇ રહો.(આમાં સલાહ શી કહેવાની છે?)આપે દેવો અને રાક્ષસોને જીત્યા ત્યારે શ્રમ થયો ન હતો, તો મનુષ્યો અને વાનરો કઈ ગણતરીમાં છે ?
(દોહા)
સચિવ બૈદ ગુર તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ,
રાજ ધર્મ તન તીનિ કર હોઇ બેગિહીં નાસ(૩૭)
મંત્રી,વૈધ અને ગુરુ- આ ત્રણે જો ભય અથવા (લાભની )આશાને લીધે( હીત ની વાત ન કહી કેવળ )પ્રિય બોલે
(ખુશામત જ કરે), તો અનુક્રમે રાજ્ય,શરીર તથા ધર્મ (એ ત્રણે ) નો જલદી નાશ થાય છે.(૩૭)


ચોપાઈ 
સોઇ રાવન કહુબનિ સહાઈ, અસ્તુતિ કરહિં સુનાઇ સુનાઈ.
અવસર જાનિ બિભીષનુ આવા, ભ્રાતા ચરન સીસુ તેહિં નાવા.
રાવણને પણ તે જ  સહાય મળી હતી.(મંત્રીઓ ) તેને  સંભળાવી  સંભળાવી (મોં આગળ ) સ્તુતિ કરતા હતા;
એ સમયે અવસર જાણી વિભીષણ આવ્યા.તેમણે મોટાભાઈના ચરણોમાં મસ્તક નમાવ્યું. 


પુનિ સિરુ નાઇ બૈઠ નિજ આસન, બોલા બચન પાઇ અનુસાસન.
જૌ કૃપાલ પૂિહુ મોહિ બાતા, મતિ અનુરુપ કહઉહિત તાતા.
પછી તે મસ્તક નમાવી પોતાના આસન પર બેઠા અને આજ્ઞા મેળવી વચન બોલ્યા:  હે કૃપાળુ !
જો આપે મને સલાહ પૂછી છે ,તો હે તાત  ! હું મારી બુદ્ધિ પ્રમાણે આપના હિતની વાત કહું છું.


જો આપન ચાહૈ કલ્યાના, સુજસુ સુમતિ સુભ ગતિ સુખ નાના.
સો પરનારિ લિલાર ગોસાઈં, તજઉ ચઉથિ કે ચંદ કિ નાઈ.
જે (મનુષ્ય ) પોતાનું કલ્યાણ, સુંદર યશ, ઉત્તમ બુદ્ધિ,શુભ ગતિ અને અનેક પ્રકારનાં સુખ ચાહતો હોય ,
તે હે સ્વામી ! પર સ્ત્રીના લલાટ ને ચોથના ચંદ્ર પેઠે ત્યજે છે
(અર્થાત જેમ લોકો ચોથ ના ચંદ્ર ને જોતા નથી , તેમ પર સ્ત્રીનું મુખ ન જોવું.)




          INDEX PAGE
       NEXT PAGE