=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૮

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૮







ચૌદહ ભુવન એક પતિ હોઈ, ભૂતદ્રોહ તિષ્ટઇ નહિં સોઈ.
ગુન સાગર નાગર નર જોઊ, અલપ લોભ ભલ કહઇ ન કોઊ.
ચૌદ ભુવન નો  એકજ સ્વામી હોય ,તે પણ જીવો સાથે વેર કરી ટકી શકતો નથી,(પણ નાશ પામે છે );
જે મનુષ્ય ગુણો નો  સમુદ્ર  અને ચતુર હોય તેને પણ  ભલે થોડો લોભ હોય,તો તેને કોઈ સારો કહેતું નથી. 


(દોહા)
કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ,
સબ પરિહરિ રઘુબીરહિ ભજહુ ભજહિં જેહિ સંત(૩૮)
હે નાથ ! કામ, ક્રોધ, મદ અને લોભ - એ સર્વ નરકના માર્ગો છે.
એ સર્વ છોડી રઘુવીરને ભજો કે જેમને સંતો ભજે છે.(૩૮) 
ચોપાઈ 
તાત રામ નહિં નર ભૂપાલા, ભુવનેસ્વર કાલહુ કર કાલા.
બ્રહ્મ અનામય અજ ભગવંતા, બ્યાપક અજિત અનાદિ અનંતા.
હે તાત ! શ્રી રામચંદ્રજી મનુષ્યોના જ રાજા નથી ; તે સમસ્ત લોકના સ્વામી અને કાળ ના પણ કાળ છે,
તે  ભગવાન છે.તે વિકારરહિત, અજન્મા , વ્યાપક , અજેય , અનાદિ અને અનંત બ્રહ્મ છે. 


ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી, કૃપાસિંધુ માનુષ તનુધારી.
જન રંજન ભંજન ખલ બ્રાતા, બેદ ધર્મ રચ્છક સુનુ ભ્રાતા.
કૃપાના સમુદ્ર તે ભગવાને , પૃથ્વી , બ્રાહ્મણો ,ગાયો અને દેવોનું હિત કરવા માટેજ મનુષ્ય શરીર ધર્યું છે.
હે ભાઈ  ! સાંભળો. તે ભક્તોને  આનંદ આપનારા ,  દુષ્ટો ના સમૂહોનો નાશ કરનારા 
અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે.


તાહિ બયરુ તજિ નાઇઅ માથા, પ્રનતારતિ ભંજન રઘુનાથા.
દેહુ નાથ પ્રભુ કહુબૈદેહી, ભજહુ રામ બિનુ હેતુ સનેહી.
વેર તજી તેમને મસ્તક નમાવો. શ્રી રઘુનાથજી શરણાગતોનાં દુઃખો નો  નાશ કરનારા છે. હે નાથ  !  
પ્રભુને સીતાજી આપીદો  અને વિના કારણ જ  સ્નેહ કરનારા  શ્રી રામને ભજો. 


સરન ગએપ્રભુ તાહુ ન ત્યાગા, બિસ્વ દ્રોહ કૃત અઘ જેહિ લાગા.
જાસુ નામ ત્રય તાપ નસાવન, સોઇ પ્રભુ પ્રગટ સમુઝુ જિયરાવન.
જેને સંપૂર્ણ જગતનો દ્રોહ  કર્યા નું પાપ લાગ્યું હોય , તે પણ શરણે જાય , તો પ્રભુ તેનો ત્યાગ કરતા નથી.
જેનું નામ  ત્રણે તાપોનો  નાશ કરનાર છે , તે જ પ્રભુ ( ભગવાન ) મનુષ્ય રૂપે પ્રગટ્યા છે.
હે રાવણ  ! હદયમાં આ તમે સમજો .


(દોહા )
બાર બાર પદ લાગઉબિનય કરઉદસસીસ.
પરિહરિ માન મોહ મદ ભજહુ કોસલાધીસ(૩૯- ક )


હે દશ મસ્તકો વાળા  ! હું વારંવાર આપને  પગે લાગુ છું અને વિનંતી કરું છું કે ,  
માન , મોહ તથા મદ છોડી  આપ કોશલપતિ શ્રી રામને ભજો.




          INDEX PAGE
       NEXT PAGE