મુનિ પુલસ્તિ નિજ સિષ્ય સન કહિ પઠઈ યહ બાત.
તુરત સો મૈં પ્રભુ સન કહી પાઇ સુઅવસરુ તાત(૩૯-ખ )
મુનિ પુલત્સ્યે પોતાના શિષ્ય પાસે આ વાત કહેવડાવી મોકલી છે.
હે તાત ! સુંદર અવસર મેળવી મેં તરત જ આ વાત ( આપ ) પ્રભુને કહી છે.
ચોપાઈ
માલ્યવંત અતિ સચિવ સયાના, તાસુ બચન સુનિ અતિ સુખ માના.
તાત અનુજ તવ નીતિ બિભૂષન, સો ઉર ધરહુ જો કહત બિભીષન.
માલ્યવાન નામનો ઘણો બુદ્ધિમાન મંત્રી હતો ; તેણે (વિભીષણ ) તેનાં વચનો સાંભળી ઘણું સુખ માન્યું;
( અને કહ્યું :) હે તાત ! આપના નાના ભાઈ નીતિને શોભાવનાર છે . વિભીષણ જે કહે છે તેને હદયમાં ધરો.
રિપુ ઉતકરષ કહત સઠ દોઊ, દૂરિ ન કરહુ ઇહાહઇ કોઊ.
માલ્યવંત ગૃહ ગયઉ બહોરી, કહઇ બિભીષનુ પુનિ કર જોરી.
(રાવણે કહ્યું:)આ બંને લુંચ્ચાઓ શત્રુનો મહિમા કહે છે , અહી છે કોઈ ?
આમને દુર કરો.પછી મુલ્યવાન તો ઘેરગયો . પણ વિભીષણ હાથ જોડી ફરી કહેવા લાગ્યા.
સુમતિ કુમતિ સબ કેં ઉર રહહીં, નાથ પુરાન નિગમ અસ કહહીં.
જહાસુમતિ તહસંપતિ નાના, જહાકુમતિ તહબિપતિ નિદાના.
હે નાથ ! સુબુદ્ધિ અને કુબુદ્ધિ સર્વના હદયમાં રહે છે.એમ પુરાણો તથા વેદો કહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપત્તિઓ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામે વિપત્તિ (દુઃખ )રહે છે.
તવ ઉર કુમતિ બસી બિપરીતા, હિત અનહિત માનહુ રિપુ પ્રીતા.
કાલરાતિ નિસિચર કુલ કેરી, તેહિ સીતા પર પ્રીતિ ઘનેરી.
તમારા હદયમાં વિપરીત કુબુદ્ધિ વસી છે, તેથી જ આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માનો છો.
જે રાક્ષસ કુળ માટે કાળ રાત્રિ છે, તેથી સીતા પર તમને ઘણી પ્રીતિ છે !
(દોહા)
તાત ચરન ગહિ માગઉરાખહુ મોર દુલાર.
સીત દેહુ રામ કહુઅહિત ન હોઇ તુમ્હાર(૪૦)
હે તાત ! હું ચરણો પકડી આપની પાસે માગું છું ( વિનંતી કરું છું ) કે , આપ મારો પ્રેમ રાખો .
શ્રી રામને સીતાજી દઈ દો ,જેથી આપનું અહિત થાય નહિ.(૪૦)
ચોપાઈ
બુધ પુરાન શ્રુતિ સંમત બાની, કહી બિભીષન નીતિ બખાની.
સુનત દસાનન ઉઠા રિસાઈ, ખલ તોહિ નિકટ મુત્યુ અબ આઈ.
વિભીષણે પંડિતો, પુરાણો તથા વેદોને માન્ય વાણી થી નીતિ વખાણી ને કહી ; પણ તે સંભાળતાં રાવણ
ક્રોધાયમાન થઇ ઉઠ્યો અને બોલ્યો કે, હે દુષ્ટ હવે મૃત્યુ તારી પાસે આવ્યું છે !
જિઅસિ સદા સઠ મોર જિઆવા, રિપુ કર પચ્છ મૂઢ઼ તોહિ ભાવા.
કહસિ ન ખલ અસ કો જગ માહીં, ભુજ બલ જાહિ જિતા મૈં નાહી.
અરે શઠ ! તું મારો જીવાડ્યો સદા જીવે છે - મારા જ અન્ન થી પોષાઈ રહ્યો છે; છતાં ઓ મૂઢ !
તને શત્રુનો જ પક્ષસારો લાગે છે ! અરે દુષ્ટ !કહે , જગતમાં એવો કોણ છે ,
જેને મેં પોતાની ભુજા ના બળથી જીત્યો નથી.