=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-53

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-53


Image result for picture of bal krishna and yashoda



વદન સુકોમલ જનની રે જુએ;
કર પલ્લવણે લેઈ શ્રમજલ લુઉએ.

જે મુખ દીઠડે રવિ શશી કાંપે;
તે મુખ જશોદાજી હદયાસુ ચાંપે.

જે મુખ નિગમ અગમ કરી ગાયે;
તે મુખ જશોદાજી પયપાન પાયે.

ભણે નરસૈયો ઊ એટલું માગું;
ટાલ્ય ગર્ભવાસ,તારે ચરણે રે લાગુ.