=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૫૪.

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૫૪.



Image result for picture of krishna danlila


એક સમે હરી વન મેં ઉભા, વેણું વાય રે;
લઇ મટુકી ગોપિકા, મૈ વેચવા જાય રે.

બેઉ ને તે મેલાપ થયો,વન મેં એકાંત રે;
ગોપી સાથે ગુજ કરિ, ખાંતીલે ખાંત રે.

રસભર રંગરાડ થઇ, વ્રંદાવન ની વાટે રે;
રાધિકા ને રોકી રયા હરી, દાણ ને નેટે રે.

રોસ ભરાણી રાધિકા,બોલી વેણ અટારા રે;
તેમાં મારે નાથજી, માર્યાં મેણલાં સારાં રે.

સામ સામો સંવાદ થયો, એકાંત ઠેકાણે રે;
એ લડાઈ ની વાત, નરસિહમહેતો જાણે રે.




      Next Page